___કીર્તન___
સતી તોરલ રે સમજાવે જેસલપીરની રે
મેલો તલવાર અને તીર
ભજી લ્યો દ્વારિકાના નાથ
સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
જાડેજા વનવગડાના મોર નવ મારજો રે
એના બચલા દેશે શ્રાપ
લાગશે મોર હત્યા ના પાપ
સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
સતી તોરલ રે સમજાવે જાડેજા ને શાનમા રે
જેસલ ગોંદરાની ગાયો નવ મારજો રે
એનો માલિક દેશે શ્રાપ
લાગશે ગૌ હત્યા ના પાપ
સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
સતી તોરલ રે સમજાવે જાડેજા ને શાન માં રે
મેલા તલવાર અને તીર
હજી લ્યો દ્વારિકાના નાથ
સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
તમે બેન ભાણેજ નવ દુભાવજો રે
એને આંખે આંસુધાર
લાગશે ભાણેજડાની હાય
સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
જાડેજા વનવગડાના હરણ નવ મારજો રે
એના બચલા દેશે શ્રાપ
તમે ભોગવશો દિન રાત
સતી તોરલ રે સમજાવે જેસલપીરની રે
જાડેજા કુવારી જાનુ ને નવ લૂંટજો રે
લાગશે મોટબંધનના પાપ
કુવરી કન્યા દેશે શ્રાપ
સતી તોરલ રે સમજાવે જેસલપીરને રે
જાડેજા ગઢપણ આવ્યા રે હવે ઢુકડા રે
તારી કાયા રે કથ્થડ છે
ભૂખ ભરડો રે મારસે
હૈયુ રહેશે નહીં હાથ
તોરલ કરે છે પોકાર
સતી તોરલ રે સમજાવે જેસલ પીર ને રે
સતી તોરલ રે સમજાવે જેસલપીર ને રે
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Негізгі бет તોરલ રે સમજાવે જેસલ પીર ને રે.. ગુરુકૃપા કીર્તન# ગુજરાતી કીર્તન# કીર્તન નીચે લખેલ છે.
Пікірлер: 7