તમે પ્રેમેથી તાલી પાડો રે રાધે કૃષ્ણ ગોવિંદા...
તમે કોના કોના ઘેરે ગ્યાતા રે રાધે કૃષ્ણ ગોવિંદા
અમે દ્રૌપદી ના ઘેરે ગ્યાતા રે રાધે કૃષ્ણ ગોવિંદા
અમે ચીર પૂરીને આવ્યા રે રાધે કૃષ્ણ ગોવિંદા
તમે પ્રેમેથી તાલી પાડો રે રાધે કૃષ્ણ ગોવિંદા...
તમે કોના કોના ઘેરે ગ્યાતા રે રાધે કૃષ્ણ ગોવિંદા
અમે મીરાબાઈ નાં ઘેરે ગ્યાતા રે રાધે કૃષ્ણ ગોવિંદા
અમે જેર નાં અમૃત કીધા રે રાધે કૃષ્ણ ગોવિંદા
તમે પ્રેમેથી તાલી પાડો રે રાધે કૃષ્ણ ગોવિંદા...
તમે કોના કોના ઘેરે ગ્યાતા રે રાધે કૃષ્ણ ગોવિંદા
અમે નરસૈંયાના ઘેરે ગ્યાતા રે રાધે કૃષ્ણ ગોવિંદા
અમે હૂંડી સ્વીકારી ઘેરે આવ્યા રે રાધે કૃષ્ણ ગોવિંદા
તમે પ્રેમેથી તાલી પાડો રે રાધે કૃષ્ણ ગોવિંદા...
તમે કોના કોના ઘેરે ગ્યાતા રે રાધે કૃષ્ણ ગોવિંદા
અમે કુંવરબાઇ નાં ઘેરે ગ્યાતા રે રાધે કૃષ્ણ ગોવિંદા
અમે મામેરું પૂરીને ઘેરે આવ્યા રે રાધે કૃષ્ણ ગોવિંદા
તમે પ્રેમેથી તાલી પાડો રે રાધે કૃષ્ણ ગોવિંદા...
તમે કોના કોના ઘેરે ગ્યાતા રે રાધે કૃષ્ણ ગોવિંદા
અમે સકુબાઈ નાં ઘેરે ગ્યાતા રે રાધે કૃષ્ણ ગોવિંદા
અમે લાજ્યું કાઢીને પાણી ભરીયા રે રાધે કૃષ્ણ ગોવિંદા
તમે પ્રેમેથી તાલી પાડો રે રાધે કૃષ્ણ ગોવિંદા...
તમે કોના કોના ઘેરે ગ્યાતા રે રાધે કૃષ્ણ ગોવિંદા
અમે શબરી બાઈ નાં ઘેરે ગ્યાતા રે રાધે કૃષ્ણ ગોવિંદા
અમે એઠાં જૂઠાં બોર ખાઈ આવ્યા રે રાધે કૃષ્ણ ગોવિંદા
તમે પ્રેમેથી તાલી પાડો રે રાધે કૃષ્ણ ગોવિંદા...
તમે કોના કોના ઘેરે ગ્યાતા રે રાધે કૃષ્ણ ગોવિંદા
અમે ગોપીઓ નાં ઘેરે ગ્યાતા રે રાધે કૃષ્ણ ગોવિંદા
અમે સત્સંગ કરીને ઘેરે આવ્યા રે રાધે કૃષ્ણ ગોવિંદા
અમે ભક્તોને દર્શન આપ્યાં રે રાધે કૃષ્ણ ગોવિંદા
તમે પ્રેમેથી તાલી પાડો રે રાધે કૃષ્ણ ગોવિંદા...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка તમે પ્રેમેથી તાલી પાડો રે રાધે કૃષ્ણ ગોવિંદા - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 117