આવી ચિઠ્ઠી આવે રે જમરાજ ની રે
વાત સમજીને કરજો વિચાર રે રે
આવી ચિઠ્ઠી આવે રે જમરાજ ની રે...
પેલી ચિઠ્ઠી એ થાય વાળ ધોળા રે
એ પછી ઉતરશે આફતના હોળા રે
આવી ચિઠ્ઠી આવે રે જમરાજ ની રે...
બીજી ચિઠ્ઠી એ થાય દાંત બોખા રે
હે પછી થાશે કાયા ના ખોખા રે
આવી ચિઠ્ઠી આવે રે જમરાજ ની રે...
ત્રીજી ચીઠ્ઠી એ આવે અંધાપા રે
હે પછી લાકડી એ દોરો મને બાપા રે
આવી ચિઠ્ઠી આવે રે જમરાજ ની રે...
ચોથી ચીઠ્ઠી એ કાન બેરા થાય છે રે
હે પછી બોલ્યું ઓછું સંભળાય છે રે
આવી ચિઠ્ઠી આવે રે જમરાજ ની રે...
પાંચમી ચીઠ્ઠી એ અંગ જાય ખખડી રે
હે પછી કરવાના કામો જાશે રખડી રે
આવી ચિઠ્ઠી આવે રે જમરાજ ની રે...
છઠ્ઠી ચીઠ્ઠી એ અંગ બધાંય ધ્રૂજે રે
હે તોય પ્રભુ ભજવાનું નો સૂજે રે
આવી ચિઠ્ઠી આવે રે જમરાજ ની રે...
સાતમી ચીઠ્ઠી એ પથારી માં પડિયા રે
હે પછી વાગ્યા છે મોતના ઘડિયા રે
આવી ચિઠ્ઠી આવે રે જમરાજ ની રે...
આઠમી ચીઠ્ઠી એ જમ આંટા મારે રે
હે પછી એમાંથી કોઈ નો ઉગારે રે
આવી ચિઠ્ઠી આવે રે જમરાજ ની રે...
નવમી ચીઠ્ઠી એ નિર્જીવ થઈ કાયા રે
હે પછી ઠાઠડી એ હાલ્યા માડી જાયા રે
આવી ચિઠ્ઠી આવે રે જમરાજ ની રે...
દારુણ દુઃખ ઉપજાવે ચીઠ્ઠી દસમી રે
સૌને લાગે વિયોગ દુઃખે વહમી રે
આવી ચિઠ્ઠી આવે રે જમરાજ ની રે...
દાસ વિઠ્ઠલ કે પ્રભુ જેણે ભજીયા રે
એના ઘરને જમરાજા એ તજીયા રે
આવી ચિઠ્ઠી આવે રે જમરાજ ની રે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет આવી ચીઠ્ઠી આવે રે જમરાજની રે - વનિતા બેન ( કિર્તન લખેલું નીચે છે) પિતૃ પક્ષ ઇન્દિરા એકાદશી નિમિત્તે
Пікірлер: 31