વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે ..
સાથે રાધાજીને તેડી લાવજો રે ..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..
મે તો વેહલી સવારમાં દોહયી ગાયડી રે..
પ્રભુ શીદ ને લગાડો વાર આટલી રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..
મેંતો કાઠા તે ઘઉં ની કરી ભાખરી રે..
મેંતો આકરા તાપે કરી આકરી રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..
મેંતો મગ ને મેથી ના કર્યા ઢોકળા રે..
ત્યાં તો જમવા આવજો ને નાના છોકરા રે.
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..
મેંતો દૂધ ને સાકર નો શીરો કર્યો રે..
મે તો તાંબાના તાસ માં ટાઢો કર્યો રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..
મેંતો ભાત કમોદ નો કીધો રે..
પાપડ શેક્યો છે નવચંદ જેવડો રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..
ઘી દૂધ ને માખણ મિસરી રે..
પ્રભુ ભાવે જમો ને મારાં વાલમાં રે.
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..
મેંતો જળ રે જમનાની ઝરી ભરી રે.
પ્રભુ આચમન કરવાને વેહલા આવજો રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..
મેંતો લવિંગ સોપારી સાથે એલચી રે..
પ્રભુ મુખવાસ કરવાને વેહલાં આવજો રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..
પ્રભુ ગોપી મંડળ ની વિનંતી રે..
મારી ભૂલ ચૂક કરજો માફ હો જી રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે...
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે...
................................... સાખી ...........................:......
દૂધમાં સાકર દૂધમાં ઘી દૂધ પીવો ને મારા રણછોડ જી.
જમી જમી ને ખુબ જમ્યા ભાઈ એ જમવામાં મજા પડે
જમ્યા પછી જો નાં વધે તો એ જમવામાં ધૂળ પડે..
ભણી ભણી ને ખૂબ ભણ્યા ભાઈ એ ભણવામાં મજા પડે
ભણ્યા પછી પ્રભુ નાં ભજ્યા તો એ ભણવામાં ધૂળ પડે
ફરી ફરી ને ખુબ ફર્યા ભાઈ એ ફરવામાં મજા પડે
ઘરના છોકરા ભૂખે મરે તો એ ફરવામાં ધૂળ પડે..
ખમ્મા ખમ્મા છેલ છબીલા મોહન મોરલી વાળા
ધોળી ધજા ફરકે ચાલો ડાકોર જઈએ
ગોમતી માં નહિયે વ્હાલાં જી ને મળીએ
મીઠી વાતો કરીએ માખણ મીસરી ખાઈએ
મગજ ગોટા ખાઈએ તાળી મંડળ તાળી
નાં જાય ખાલી વારણા લઉં વારી વારી
ઢોલી વાળા ઢોલ વગાડ માં ધીરો વગાડ માં
રઢીયાળી રાત નાં જોજે રંગ જાય નાં
ઢોલ નાં ધબકારે ભક્તો નાચે કુદે
હરી નાં ગુણલા ગાય ગાય ગાય .......
કૃષ્ણ કનૈયા લાલ કી જય.......🙏🙏🙏🙏🙏🙏
Негізгі бет વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે. || ગોપી મંડળ || (ભજન નું લખાણ નીચે આપેલ છે)
Пікірлер: 51