ઈલીગલી અમેરિકા જનારા મેક્સિકો અથવા કેનેડા બોર્ડર ક્રોસ કરતાની સાથે જ સામે ચાલીને પોલીસ પાસે જઈને સાચી-ખોટી સ્ટોરીઓ રજૂ કરીને અસાયલમ માગતા હોય છે, પરંતુ તે સિવાય ઘણા લોકો વેલિડ વિઝા પર અમેરિકા પહોંચ્યા બાદ ત્યાં જ રહી જવાની ગણતરી સાથે ઓવર સ્ટે થઈ જતાં હોય છે. ઈલીગલી યુએસ જનારાને અસાયલમ ફાઈલ કર્યા બાદ મોટાભાગે છ મહિનાની અંદર પાંચ વર્ષની વર્ક પરમિટ અને સોશિયલ સિક્યોરિટી મળી જતાં હોય છે, તેમજ તેમના કેસનું ફાઈનલ જજમેન્ટ ના આવે ત્યાં સુધી અમેરિકામાં રહેવા પણ મળતું હોય છે, પરંતુ વિઝિટર વિઝા પર ઓવરસ્ટે થઈ ગયેલા ઘણા લોકો કાયદાકીય કાર્યવાહીને અવોઈડ કરવા માટે અસાયલમ ફાઈલ કરવાનું ટાળતા હોય છે, જેના કારણે તેમને અમેરિકામાં તેઓ રહે ત્યાં સુધી લીગલ વર્ક પરમિટ કે પછી સોશિયલ સિક્યોરિટી નંબર નથી મળી શકતા. અમેરિકામાં ઘણા ગુજરાતીઓ એવા પણ છે કે જે વિઝિટર વિઝા પર વર્ષો પહેલા ત્યાં ગયા હતા, પરંતુ આજની તારીખે પણ તેમની પાસે ના સોશિયલ સિક્યોરિટી છે કે ના તો વર્ક પરમિટ. વિઝા પૂરા થયા બાદ અમેરિકાથી પાછા ના આવી ઈલીગલ ઈમિગ્રન્ટ બની ગયેલા અમુક લોકોના બાળકો પણ ત્યાંની સ્કૂલ અને કોલેજોમાં ભણતર પૂરૂં કર્યા પછીય લીગલી કામ કરી શકે તેમ નથી, કારણકે તેઓ વર્ક પરમિટ મેળવવાને પાત્ર નથી. અસાયલમ ફાઈલ કર્યા વિના જે લોકો અમેરિકામાં ઈલીગલી રહે છે તે પોતાનું બેંક અકાઉન્ટ ખોલાવી શકે છે, ટેક્સ પણ પે કરી શકે છે પરંતુ વર્ક પરમિટ ના હોવાથી તેમને ઘણીવાર શોષણના ભોગ બનવું પડે છે તેમજ તેમની પાસે કામ કરવાની તકો પણ ઘણી મર્યાદિત રહે છે.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....
Негізгі бет વિઝિટર વિઝા પર અમેરિકા ગયેલા ઈમિગ્રન્ટ્સ ક્યારે અસાયલમ ફાઈલ કરી શકે અને તેના ફાયદા શું?
Пікірлер: 7