યુવક વિકાસ ટ્રસ્ટ વર્ષ ૧૯૬૮થી કાર્યરત છે. યુવકો અને યુવતીઓના સુગ્રથિત અને સંકલિત વિકાસ માટે સમગ્ર ગુજરાતમાં જુદાજુદા કાર્યક્રમો જેવા કે, યુવાશિબિરો, નેતૃત્વ શિબિરો, વ્યાવસાયિક તાલીમ શિબિરો, પરિસંવાદો, કૌશલ્ય કેળવણી વર્ગો, જાગૃતિ શિબિરો, નિબંધ સ્પર્ધાઓ સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ સંસ્થાએ ૧.૫ લાખ કરતાં વધારે યુવક યુવતીઓને ભાવિ વિકાસની દિશા ચીંધી છે. ભારત યુવાનોનો દેશ છે અને સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. યુવાનો સામાજિક સંસ્થાઓથી અવગત થાય તથા તેની કાર્યપ્રણાલીને સમજે એ ઉદ્દેશ્યથી યુવક વિકાસ ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય નિવાસી યુવા શિબિરનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. જેમાં “વૈધાનિક સંસ્થાઓ: વિધાનસભા” વિષય રાખવામાં આવેલ. આ યુવા શિબિરમાં ગુજરાતની વિવિધ ૪૦ કોલેજોના ૬૦ જેટલાં વિધાર્થી ભાઈ/બહેનો જોડાયા હતાં.
Негізгі бет Yuvak Vikas Trust
Пікірлер