#bhajans #kirtan
અમે આવ્યા તમારે આશરે - અલબેલાજી
હવે શું કરીએ જઈ સાસરે - અલબેલાજી
ફેરાતણું ફળ એ મળ્યું - અલબેલાજી
મન ગમતું મુજને મળ્યું - અલબેલાજી
હીરલો લાધ્યો હાથમાં - અલબેલાજી
તમે શોભો સેયરના હાથમાં - અલબેલાજી
તમારું શામળુ અંગ અડશો માં - અલબેલાજી
ગુણવંતીને લાંછન લગાડશો માં - અલબેલાજી
જો જાણશે મારી માવડી - અલબેલાજી
કાન્હા સાથે પ્રીત શી આવડી - અલબેલાજી
અમે કાજળ આંખ માં આંજશું - અલબેલાજી
તમે નેણાં ની ચોટો નાંખોમાં - અલબેલાજી
હું તો દાન નહિ આપું દોકડો - અલબેલાજી
અમે જવાબ આપીશું રોકડો - અલબેલાજી
હું ઓશિયાળ કોઈની નથી - અલબેલાજી
હું બિવરાવી બહિતી નથી - અલબેલાજી
હું ઓશિયાળ પ્રભુ તમ તણી - અલબેલાજી
વલ્લભ ના સ્વામી છો ધણી - અલબેલાજી
Негізгі бет અમે આવ્યા તમારે આશરે - અલબેલાજી.. કીર્તન લખેલું છે..
Пікірлер