બાર બાર વાટયું નો દિવડો મંદિરે મેલો
મેલ્યો છે શિવજી ની પાસ રે
શિવ જીવને સંભાળી લેજો...
કૈલાસ ધામે જીવને ઉતારા દેજો
ઉતારા શિવ જીવને દેજો
શિવ જીવને સંભાળી લેજો...
રામેશ્વર જાતા જીવને દાંતણીયા દેજો
દાંતણીયા એને કરાવજો
શિવ જીવને સંભાળી લેજો...
હરિદ્વાર જાતા જીવને નાવણીયા દેજો
નાવણીયા એને કરાવજો
શિવ જીવને સંભાળી લેજો...
અમરનાથ જાતા જીવને ભોજનીયા દેજો
ભોજનીયા એને કરાવજો
શિવ જીવને સંભાળી લેજો...
કાશી એ જાતા જીવને પોઢણીયા દેજો પોઢણીયા એને કરાવજો
શિવ જીવને સંભાળી લેજો...
વૈકુંઠ ધામ જાતા જીવને મોક્ષ રે દેજો
મોક્ષ પ્રભુ એને દેજો
શિવ જીવને સંભાળી લેજો...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет બાર વાટનો દિવડો મંદિરે મેલો શિવ જીવને સંભાળી લેજો - ઉષ્મા બેન શ્રાધ્ધ કિર્તન 2024
Пікірлер: 33