દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
પ્રભુજી કાઈ કરે છે વિચાર રાજ
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
સવાર થયુંને રામ પિંડ લેવા ચાલ્યા
સીતાજીતો જોવે પ્રભુની વાટ રાજ
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
ખરા બપોર થયા તોય પ્રભુજી નો આવ્યા
સીતાજીએ કરી નાખ્યા શ્રાદ્ધ રાજ
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
શ્રાદ્ધ વિધિ પતિ ગઈને પ્રભુજી પધાર્યા
સીતા તમે આપોને પ્રમાણ રાજ
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
સીતાજીએ તો બ્રામ્હણને પૂછ્યું
બ્રામ્હણે નો દીધા પ્રમાણ રાજ
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
સીતાજીએ તો ગાયમાતાને પૂછ્યું
ગાયમાતાએ નો દીધા પ્રમાણ રાજ
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
સીતાજીએ તો તુલસીજીને પૂછ્યું
તુલસીમાંએ નો દીધા પ્રમાણ રાજ
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
સીતાજીએ તો (ફાલ્ગુ) નદીને પૂછ્યું
(ફાલ્ગુ)નદીએ નો દીધા પ્રમાણ રાજ
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
જંગલની જાળીમાં ઉભો એક પીપળો
પીપળાએ દીધા છે પ્રમાણ
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
પીપળે જઈને ત્યાં તો પ્રભુજી સુઈ ગયા
સીતાજીના હૈયે હરખ ન માય રાજ
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
દશરથ રાજાનું શ્રાદ્ધ જે કોઈ ગાશે
એના પિતૃની તૃપ્તિ થાય
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજી એ કર્યું - દક્ષા બેન ( કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 7