ભક્તો ની ભીડે મારો શામળિયો આવે
શામળિયો આવે સૌની લાજ વધારે
ભક્તોની ભીડે મારો શામળિયો આવે...
એકાદશી વ્રત રાજા અમરીશે કીધું
ક્રોધનું સ્વરૂપ ઋષિ દુર્વાસાએ લીધું
સુદર્શન ચક્ર લઈ ઋષિને ભગાડે
ભક્તોની ભીડે મારો શામળિયો આવે...
નરસૈંયા એ હરિજનવાસમાં ભજન કીધું
નાગરી નાતે નાત બાર મેલ્યા
આખી નાતને વાલો નીચું જોવરાવે
ભક્તોની ભીડે મારો શામળિયો આવે...
જનાંબાઈને છાણાની ચોરી માથે નાખી
વાલો મારો દોડીને તરત જ આવ્યા
છાણાંમાં વિઠ્ઠલ વિઠ્ઠલ નાદ સંભળાવ્યા
ભક્તોની ભીડે મારો શામળિયો આવે...
સંત એ ચકુ એ જ્યારે હરી ને સંભાર્યા
વાલે મારે દોડીને બેડે પાણી ભરીયા
ચકુબાઈ નો ધંધો પ્રભુજી સંભાળે
ભક્તોની ભીડે મારો શામળિયો આવે...
મીરાબાઈને રાણાજીએ ઝેર જ આપ્યું
વાલે મારે આવીને અમરત કીધુ
મીરાને સમાવી દીધા હૃદય કમળમાં
ભક્તોની ભીડે મારો શામળિયો આવે...
ભક્તો જ્યારે જ્યારે પ્રભુને સંભારે
વાલો મારો દોડીને તરત જ આવે
ભક્ત વત્સલ પ્રભુ ભક્તોને ભાવે
ભક્તોની ભીડે મારો શામળિયો આવે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#અરુણાબેન
#Arunaben
#Bhavnagar
#ભાવનગર
#Saurashtra
#સૌરાષ્ટ્ર
Негізгі бет ભક્તો ની ભીડે મારો શામળિયો આવે - વસંતબેન ( કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 69