ઘેરો વડલો ને ઘેરી છાયળી રે લોલ
ઘેરા કુટુંબમાં મારો બાપ રે
મીઠો છાંયડો છે મારા બાપનો રે લોલ
આંગળી પકડીતી મારા બાપની રે લોલ
ચાઈલો હું તો દગુ મગુ ચાલ રે
ચીલે ચડાવ્યો મને ચાલતા રે લોલ
ટુકડામાંથી ટુકડો કરી આપતો રે લોલ
ભૂખ્યો સુવાળીયો નથી રાયત રે. મીઠો છાંયડો
પિતા છે પ્રેમ તણી ઔષધી રે લોલ
દુઃખ બધાય પલમાં કરે દૂર રે. મીઠો છાંયો
મહેનત મજૂરી કરી મોટા કર્યા રે લોલ
જોયું નથી એણે દિવસ રાયત રે ્ મીઠો છાયડો
ફાટેલા લુગડા તોય રૂડો શોભતો રેલો
એની આંખમાં અનોખું છે તેજ રે. મીઠો છાંયડો છે
દીકરો મારો કાલે મોટો થઈ જાશે રે લોલ
એવા હૈયામાં કોડ રાખી ડોલે રે. મીઠો છાયડો
શીતળ છાયા છે મારા બાપ ની રે લોલ
ઇન્દ્ર કહે મને પણ એની આશરે
છાયેય પડછાયો આવો નહીં મળે રે
પલમા છોડીને અમને હાલ્યા રે લોલ
વિદાય તમારી વીસરી નો વિસરાયરે મીઠો
રુદિયે થી વિસરી ન વિસરાયરે. મીઠો
Негізгі бет ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયો છે મારા બાપનો રે લોલ. ગીત નીચે લખેલ છે.
Пікірлер