હંસલો હાયલો જવાનો એકલો રે
ત્યાં નથી કોઈ નો રે સંગાથ..ર..
હંસલો હાલ્યો જવાનો એકલો રે
રસ્તો વિકટ ભરેલો આવશે રે
ભોમિયા લેજો રે સંગાથ..ર.. હંસલો
ભાતુ ભક્તિ તણું તમે બાંધજો રે
ત્યાં નથી વાણીયા કેરી હાટ..ર.. હંસલો
સદગુરુ રસ્તો તમને બતાવશે રે
જો જો ભૂલી ના જાતા હાટ..ર.. હંસલો
મારા સાચા સંતોની સેવીએ રે
સંતો મુક્તિના દેનાર..ર.. હંસલો
પુનીત સંતને સીતારામ છે રે
દિન રાત આપે છે ઉપદેશ..ર.. હંસલો
Негізгі бет હંસલો હાયલો જવાનો એકલો રે.ત્યાં નથી કોઈનો રે સંગાથ.ગીત નીચે લખેલ છે
Пікірлер