ઘનશ્યામ તમારે સોનાના પગ ઘનશ્યામ તમારે રૂપાના ઝાંઝર
છટકતી ચાલે રે તમને ઓળખ્યા હો રાજ
ઘનશ્યામ તમારે ધર્મદેવ છે ઘનશ્યામ તમારે ભક્તિ બા છે
રાધાજીને સંગે તમને ઓળખ્યા હો રાજ...
ઘનશ્યામ તમારે વશરામભાઈ છે મામા ઘનશ્યામ તમારે સુંદરી બાઈ છે મામી
સંતોની સાથે રે તમને ઓળખ્યા હો રાજ...
ઘનશ્યામ તમારે રામ પ્રતાપભાઈ વીરા ઘનશ્યામ તમારે સુવાસીની બાઈ ભાભી
લક્ષ્મીજીની સંગે તમને ઓળખ્યા હો રાજ....
ઘનશ્યામ તમારે રામાનંદ છે ગુરુ ઘનશ્યામ તમારે સંતો ભક્તોનો સાથ
પ્રેમાનંદ ની સાથે તમને ઓળખ્યા હો રાજ...
Негізгі бет ઘનશ્યામ તમારે સોનાના પગ ઘનશ્યામ તમારે રૂપાના ઝાંઝર...લગનગીત નીચે લખેલું છે.
Пікірлер: 8