શ્લોક -
|| ગુરુ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવો મહેશ્વરા
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ||
કિર્તન -
ગુરુજી તમે રે તર્યા ને અમને તારજો
ગુરુજી બાવલડી પકડો તો મન મારું સ્થિર રહે...
ગુરુજી અમે રે વાદળ તમે વીજળી રે
વીજળી વાદળ માં સમાય(૨)
ગુરુજી બાવલડી પકડો તો મન મારું સ્થિર રહે...
ગુરુજી પેલો રે અવતાર ખેડૂત નાં ઘેરે લીધો રે
ખેડયા ખેડયા ચારેય દશ નાં ખેતર(૨)
ગુરુજી એટલા ખેડયા તોય મન મારું સ્થિર નથી
ગુરુજી અમે રે ગુલાબ તમે સુગંધ રે
સુગંધ ગુલાબ માં સમાય(૨)
ગુરુજી બાવલડી પકડો તો મન મારું સ્થિર રહે...
ગુરુજી બીજો રે અવતાર રાજા ને ઘેરે લીધો રે
મારે નથી ધન નો કોઈ પાર(૨)
ગુરુજી એટલે ધને રે મારું મન સ્થિર નથી
ગુરુજી તમે રે સમુદ્ર અમે નદીયું રે
નદીયું સમુદ્ર માં સમાય(૨)
ગુરુજી બાવલડી પકડો તો મન મારું સ્થિર રહે...
ગુરુજી ત્રીજો રે અવતાર સાધુ ને ઘેરે લીધો રે
મંદિરે સેવા કરી દિન રાત(૨)
પ્રભુજી એટલી સેવાએ મારું મન સ્થિર નથી
ગુરુજી તમે રે આકાશ અમે તારલા રે
તારલા આકાશ માં સમાય(૨)
ગુરુજી બાવલડી પકડો તો મન મારું સ્થિર રહે...
ગુરુજી ચોથો રે અવતાર બ્રાહ્મણ ને ઘેરે લીધો રે
વાંચ્યા વાંચ્યા ચારેય વેદ(૨)
ગુરુજી એટલા વાંચ્યા તોય મારું મન સ્થિર નથી
ગુરુજી મચ્છંધર પ્રતાપે ગોરખ બોલીયા રે
દેજો અમને સાધુ શરણોમાં વાસ
દેજો અમને સંત શરણોમાં વાસ
ગુરુજી બાવલડી પકડો તો મન મારું સ્થિર રહે...
ગુરુજી તમે રે તર્યા ને અમને તારજો
ગુરુજી બાવલડી પકડો તો મન મારું સ્થિર રહે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет ગુરુપૂર્ણિમા નિમિત્તે - ગુરુજી તમે રે તર્યા ને અમને તારજો - વસંતબેન (કિર્તન લખેલું નીચે છે)
No video
Пікірлер: 68