લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે
એની ચાવી મારા ગુરુદેવ ને હાથ
લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે...
લાખા આંગણ વવરાવો રૂડો આંબલો રે
એના મૂળ ગયા છે પાતાળ
લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે...
એના ફળ વિણનારો હોશિયાર
લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે...
લાખા કાશીનગરના શેરમાં રે
લાખા લાખો આવે ને લાખો જાય
લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે...
લાખા સાધુ પુરુષનો સંદેશો રે
લાખા લાભ તે નુગરા લઈ જાય
લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે...
લાખા દૂધે ભરી છે તલાવડી રે
લાખા મોતીડે બાંધી છે પાળ
લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે...
લાખા સુઘરા હશે તે જાગશે રે
લાખા નુગરા નહિ જાય નિર્વાણ
લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે...
લાખા ધરતી પર આંબો જોને રોપીયો રે
એના મૂળ ગયા છે પાતાળ
લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે...
લાખા સાધુ હતા સ્વર્ગલોક ના રે
એમાં બીજા શું જાણે સતની વાત
લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે...
લાખા ખુંદી ખમે છે જોને પૃથ્વી રે
લાખા વાઢી ખમે છે વનરાય
લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે...
લાખા વેણ કવેણ સાધુ ખમતા રે
લાખા કડવા તે વેણ ખમે સંત
લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે...
લાખા નીર સાગર માં સમાય છે રે
લાખા સૂર્ય સમાન નહિ ચાંદલો રે
લાખા ધરતી સમાન નહીં આભ
લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે...
લાખા ગુરુ સમાન નહીં ચેલકા રે
મારા ગુરુ ઉતારે ભવપાર
લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે...
લાખા કરણી ચુકીને થયા કોઢીયા રે
લાખો થયા કોડીને મૂલ
લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે...
લાખા બાર વર્ષે ગુરુ આવીયા રે
લાખા લેવા તમારી સંભાળ
લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે...
હાથ મેલ્યોને કાયા થઈ છે હેમની રે
એમ બોલ્યા છે લોયણ નાર
લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка ગુરુપૂર્ણિમા નિમિત્તે - લાખા લાવો કૂચીને તાળા ખોલીએ રે - દક્ષા બેન (કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 29