બોલ પોપટ રામ રામ મીઠી મીઠી વાણી રે
મીઠી મીઠી વાણી પોપટ...૨.. બોલ પોપટ
સોનાનું તારૂં પીંજરું ઘડાવું રે,
પીંજરા માં મોતી વાળી ઝાળી મુકાવું રે...બોલ પોપટ
સિતાજી બોલાવે તું રામ રામ બોલજે...૨. બોલ પોપટ
આંબાની ડાળ હિંડોળો બંધાવું રે,
હિંડોળો મારા હાથે રે ઝુલાવુ રે..૨ બોલ પોપટ
કેરીનો રસ તને મીઠો મીઠો લાગે રે,
ધેબર મીઠાઈ મારા હાથે રે ખવડાવું રે...૨ બોલ પોપટ
કૃષ્ણ મંડળ તને રામ રામ બોલાવે રે ,
બોલ પોપટ સીતારામ સીતારામ બોલાવે રે.૨ બોલ પોપટ
્્્્્્્્જય શ્રી કૃષ્ણ ્્્્્્્્્
Негізгі бет Ойын-сауық હેં બોલ પોપટ બોલ,મીઠી મીઠી વાણી રે..! સ્વરઃ શિલ્પાબેન પટેલ..આ કિર્તન લખેલું છે...જય શ્રી કૃષ્ણ !
Пікірлер: 2