આહીર દેવાયત બોદર: ભીખુદાન ગઢવી. Ahir Devayat Bodar: Bhikhudan Gadhvi.
આહીર દેવાયત બોદર: ભીખુદાન ગઢવી આ અતિ પ્રાચીન ઓડિયો કેસેટ અમને અંજારમાં (કચ્છ) રહેતા શ્રી આલાભાઈ આહીર તરફથી વિના મુલ્યે મળેલ છે.
આલાભાઈએ અમને સાત કિલોના પાર્સલમાં અનેક રેર અને અતિ દુર્લભ ઓડિયો કેસેટો સ્પીડ પોસ્ટથી મોકલીને ભેટ આપી છે. અમે સમયની અનુકૂળતા પ્રમાણે એમની બધી કેસેટો ડિજિટલ કરીને અપલોડ કરીશું. આલાભાઈના અમે ખુબ આભારી છીએ.
જે કોઈ ભાઈ, બહેનો, પરિવાર અગર તમારા કોઈ મિત્રો કે સગાવહાલા પાસે આવી જૂની ઓડિયો કેસેટો,વિડીયો કેસેટો, જૂની ૭૮ આર.પી.એમ. ની લાખની જાડી રેકર્ડ, ૩૩ આર.પી.એમ.ની મોટી વાયનલ રેકોર્ડ, કે નાની ૪૫ આર.પી.એમ.ની વાઇનલ રેકોર્ડ હોય તો અમને નામ અને ફોન નંબર લખીને સંદેશ મોકલો. તમારું નામ અને નંબર ગુપ્ત રહેશે.
Негізгі бет આહીર દેવાયત બોદર: ભીખુદાન ગઢવી. Ahir Devayat Bodar: Bhikhudan Gadhvi.
Пікірлер: 2