======કીર્તન કીર્તન=======
મારા વાલા હનુમાન આટલું માંગો તો મને દેજો વરદાન
ચારધામની જાત્રા દેજો ગંગાજી મા સ્નાન
ભાગવત ના પાઠ બીજો ગીતાજીના જ્ઞાન....મારા વાલા હનુમાન......
દુજાણામાં ગાય દેજો વાછરો દેજો સાથ
સોનાની કટોરી દેજો પીવે મારો કાન.... મારા વાલા હનુમાન .....
રહેવા માટે મકાન દેજો સાસુ સસરા સાથ
દીકરા વહુ મને એવા દેજો રહે મારી સાથ.... મારા વાલા હનુમાન....
શાક રોટલી જમવા દેજો એક કટોરી દાળ
શીરો દેજો પૂરી દેજો ભજીયા દેજો સાથ..... મારા વાલા હનુમાન.....
પિયરીયામાં ભાઈ દેજો ભોજાઈ દે જો સાથ
ભત્રીજા મને એવા દેજો રાખે ફોઈના માન..... મારા વાલા હનુમાન....
સીધે સીધી સીડી દેજો આવે વૈકુંઠધામ
ભક્તિ મને એવી દેજો રાખો ચરણોની પાસ.... મારા વાલા હનુમાન....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Негізгі бет હનુમાનજી નું ખૂબ સરસ કીર્તન છે એકવાર જરૂર સાંભળો.
Пікірлер: 1