_______કીર્તન_________
હા રે મન માને નઈ કેમ હું મનાવું
ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં
વાસનાનો વેગ લઈને ફરતી જગતમાં
હા રે એને ધીરજને દોરડે બાંધો
ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં
અંતર છે ઉજળાને મનડા છે મેલા
હા રે એને જ્ઞાનગંગામાં નવડાવો
ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં
કુસંગી નો સંગ કર્યો માયા નો રંગ ચડયો
હારે એને પ્રેમના પ્યાલા પીવડાવો
ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં
હાથ જોડીને ગુરુ ઉભી ચરણમાં
હારે મને મોક્ષનો મારગ બતાવો
ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં
કહે મૂળદાસ તમે આવો ચરણમાં
હા રે તમને નમસમરણની ચાવી આપું
ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં
કર જોડીને સેવક આવ્યો છે ચરણે
હા રે એના ચોરાસીના બંધન કાપ્યા
ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં
હા રે મન માને નઈ કેમ હું મનાવું
ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Негізгі бет ગુરુદેવ રૂદિયો રંગો તમારા રંગમાં || gurukrupa kirtan ||એક વાર અવશ્ય સાંભળજો|| કીર્તન નીચે લખેલ છે 👇👇
Пікірлер: 5