રોજ સવારે આરતી મારા ગંગા માં ની થાયે ગંગા માં ની જય બોલો...
ગંગા માને ગર્વ થયો મારો કોણ જીલે ભાર જી
શિવજીએ મન વિચાર્યું ગંગાનો ગર્વ ઉતારું હું
ગર્વ કરે તે હારી ગયો ને ભક્તિ કરે તે જીતી જાય ગંગા માં ની જય બોલો...
શિવજીએ જટા ખોલીયું ને હર્યા છે ગંગા માત જો
ગંગાજી શિવને વિનવે મને મૂંજારો બહુ થાય ગંગા માં ની જય બોલો...
એક લટ શિવે ખોલીયું ગંગોત્રી પાણી જાય જી
બીજી લટ શિવે ખોલીયું જમનોત્રી પાણી જાય ગંગા માં ની જય બોલો...
ત્રીજી લટ શિવે ખોલિયું રામેશ્વર પાણી જાય જી
ચોથી લટ શિવે ખોલીયું કેદારનાથ પાણી જાય ગંગા માં ની જય બોલો...
પાંચમી લટ શિવે ખોલીયું હરિદ્વાર પાણી જાય જી
છઠ્ઠી લટ શિવે ખોલીયું ત્ર્યંબકેશ્વર પાણી જાય ગંગા માં ની જય બોલો...
સાતમી લટ શિવે ખોલીયું નાસિક માં પાણી જાય જી
સાતેય નદી માં નાય એના પંડ નાં પ્રાયશ્ચિત જાય ગંગા માં ની જય બોલો...
ગાય શીખે ને સાંભળે તેની ગંગા માં પુરે આશ ગંગા માં ની જય બોલો...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка શિવજીએ લટ ખોલી ગંગામાં નાં સાત સ્થાન - ગંગાદશેરા નિમિત્તે - (કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 30