જાણો બજરંગદાસ બાપાના ઈતિહાસ વિશે | bajrangdas bapa no itihas || history of Bapa Bajrang Das
કેવી રીતે ઘરે ઘરે પૂજાણા પૂજ્ય બજરંગદાસ બાપા?, સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલો છે,જેમને ફક્ત ભારતમાં જ નહીં,પણ આખી દુનિયાના લોકો જાણે છે,અને બજરંગદાસ બાપા ના લીધે જ બગદાણા એક ધામ બની ગયું છે, જ્યાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પોતાની આસ્થા લઈને આવે છે, અને બાપા બજરંગદાસ બધાના દુખો મટાડે છે,જેમને લોકો બાપા સીતારામના નામથી પણ ઓળખે છે.
તો આવો મિત્રો જાણીએ પૂજ્ય બજરંગદાસ બાપાની સંપૂર્ણ જીવન કથા,આશરે ઈસવીસન 1906 નું વર્ષ હતું, ભાવનગર ના અધેવાડા ગામમાં હીરદાસજી અને શિવકુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું, શિવકુંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી, તે સમયે ત્યાં બાજુમાં જાંજરીયા હનુમાનનું મંદિર હતું, આજુબાજુની બહેનો તેમને મંદિરની ઝુપડીમાં લઈ ગઈ, હનુમાનજીની આરતીના જાલરો રણકવા માંડ્યા, અને એવા શુભ દિવસે એક બાળકનો જન્મ થયો, રામાનંદી સાધુ હોવાને કારણે નામ રાખ્યું ભક્તિરામ.
એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યા, તો પિતા હીરદાસજી અને માતા શિવકૂવરબા એ આવીને જગાડ્યા અને જુએ છે તો તેમની બાજુમાં જાણે તેમનો દોસ્ત હોય તેમ એક સાપ પણ હતો, પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણનો અવતાર હોવો જોઈએ, ભક્તિરામને ભક્તિની એવી તો માયા લાગી કે તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા હતા, અને 11 વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા, પરમતત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો, ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા.
ગુરુ શ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું, “કે ખરા ગુરુ તો તમે છો, એટલે મારે તમને આપવાનું હોય.”, ત્યારે ભક્તિરામ બોલ્યા, “કે ખરેખર, જો તમે મને કંઈક આપવા જ ઈચ્છતા હોય તો એવું કંઈક આપો કે મારે રૂએ રૂએ રામનું રટણ ચાલુ જ રહે.”, ત્યારથી સીતારામજી એ એમને નવું નામ આપ્યું બજરંગી, અને કહ્યું, “કે જાઓ બજરંગી, હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દિનદુખિયા ની સેવા કરો,અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો.”
ત્યારબાદ તેમણે ભ્રમણ કરવાનું ચાલુ કર્યું, એક વાર ભ્રમણ કરતા કરતા બાપા મુંબઈ આવી પહોંચ્યા, ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો, બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો, અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલ ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા, તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું, “કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો.”, બાપા એ જ વખતે જ્યાં ઊભા હતા ત્યાં જ પલાંઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા, અને જોત જોતામાં ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું, અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું, તે જોઈ ગોરો અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો હતો, બાપા ગુરુજીની આજ્ઞાનું પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા, અને એમનો પહેલો મુકામ બન્યુ સુરત, તેઓ ચાલતા ચાલતા હણોલ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં 7 વર્ષ રહ્યા, બાપાના ભ્રમણ દરમિયાન તેમના હાથે ઘણા ચમત્કાર થયા, પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા, જેવી મારા વહાલાની મરજી, ભ્રમણ કરતા કરતા બાપા બગદાણા આવ્યા, ત્યારે તેમની ઉંમર હતી 41 વર્ષ, ત્યાં બાપા એ ત્રિવેણી સંગમ જોયો, બગદાણામાં બાપાને પાંચ મૂળ તત્વ જોવા મળ્યા, બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદામલ ઋષિ, અને બજરંગદાસ બાપા, પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યા, બાપા વર્ષ 1941 માં બગદાણા આવ્યા, વર્ષ 1951માં આશ્રમની સ્થાપના કરી, 1959 માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું, 1965 માં આશ્રમની હરાજી કરીને ભારત અને ચીનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી, ત્યારથી ભક્તિરામને આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખવા લાગ્યા.
આમ ભારતના ઇતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બજરંગદાસ બાપા સૌને રોતા મૂકીને પોષ વદ ચોથના દિવસે દેવ થઈ ગયા, અને બાપાની મઢૂલી બાપા વગર સુની થઈ ગઈ, અને એ દિવસે તો આખું બગદાણા ગામ, બગડ નદી, વનની વનરાઈ પણ શાંત થઇ ગઇ હતી, તો મિત્રો તમે પણ બગદાણા આવીને બાપાના દર્શનનો અમૂલ્ય લાવો લેવા જરૂરથી પધારો, બગદાણા ખાતે દર વર્ષે બે ઉત્સવ ઉજવાય છે, જેમાં એક બજરંગદાસ બાપા ની પુણ્યતિથિ, જે પોષ વદ ચોથના દિવસે, અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમ, એટલે કે ગુરુપૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે.
જાણો બજરંગદાસ બાપા ના ઈતિહાસ વિશે
bajrangdas bapa no itihas
history of Bapa Bajrang Das
બજરંગદાસ બાપા
બજરંગદાસ બાપા બગદાણા
બગદાણા
બગદાણા ધામ
બગદાણા નુ મંદિર
બાપા સીતારામ
સીતારામ
બગદાણા મંદિર,
History of Bajrangdas Bapa
History of Bajrangdas Bapa Temple
Bajrangdas Bapa
Bajrangdas Bapa Temple
Bajrangdas Bapa Temple History
Bapa Sitaram Bagdan
Bapa Sitaram
બાપા સીતારામ બગદાણા
Негізгі бет જાણો બજરંગદાસ બાપાના ઈતિહાસ વિશે | bajrangdas bapa no itihas || history of Bapa Bajrang Das
No video
Пікірлер: 1