ભૂલો રે પડ્યો રે જીવ ભૂલો રે પડ્યો છે
ભવની ભુલવણી માં ભૂલો રે પડ્યો છે
માતાના ઉદરમાં જીવ પ્રભુને સમરતો
જનમી ને જગ માં ભૂલો રે પડ્યો છે...
પાંચ-સાત વર્ષ જીવે બાળપણ માણ્યું
જવાની ના જોરમાં જીવ ફૂલતો ફર્યો છે...
મોહ માયા ના ફંદ માં ફસાણો
કાવાદાવા કરી જીવ ઘનું રે કમાનો...
મારૂ મારૂ કરતાં માલ તિજોરીમાં ભર્યો
દાન-પુણ્ય કીધા નય ને ફોગટ ફેરો ફર્યો..
જુવાનીના જોરના જીવવા જા રે વિતાય જો
કંચનવર્ણી કાયા જીવનની કેવી રે કરમાય જો...
તીર્થ યાત્રા કીધી નય ને પગે થયો પાંગળો
દેવ દર્શન કીધા નહીં એ આંખે થયો આંધળો..
જમરાજા ની જાન દેખી જીવડો ગભરાય જો
યમરાજાએ જાલ્યા પછી પાછળથી પસ્તાય...
યમરાજાએ જય એ નો ચોપડો ઉઘાડયો
ચોરાસી નો ફેરો જીવ ફરી ફરી ફર્યો...
ભવની ભુલવણી મારી જે જીવ ગાય છે
ગાય શીખે તો વાંસ વૈકુંઠમાં થાય...
Негізгі бет જીવ ભવ ની ભૂળવની માં ભૂલો પડ્યો છે...કિર્તન નીચે લખેલું છે.
Пікірлер: 61