ઓ સાંવરીયા મારે હાથે જમાડું જમવા આવોને...
આવી આંગણિયું શોભાવોને
રૂડાં બાજોઠે બેસારૂં રે
તમારું મુખડું જરા મલકાવોને
ઓ સાંવરીયા મારે હાથે જમાડું જમવા આવોને...
મારે ચરણ તમારા ધોવા છે
મારે રાધાજીને સાથે જોવા છે
મારે રાધા વર ના દર્શન કરવા છે
ઓ સાંવરીયા મારે હાથે જમાડું જમવા આવોને...
મનગમતા ભોજન કીધા છે
મેં તો પ્રેમથી પીરસી દીધા છે
જરા કોમળ કર લંબાવોને
ઓ સાંવરીયા મારે હાથે જમાડું જમવા આવોને...
મારે જમુનાના પાન કરાવવા છે
મારે નાગરવેલ પાન ધરાવવા છે
જ્યારે મુખડું તમારું મલકાવો ને
ઓ સાંવરીયા મારે હાથે જમાડું જમવા આવોને...
મારે પુનિત આરતી ઉતારવી છે
મારે ચરણામૃત લેવા છે
મારે ચરણોમાં ચિત્ત જોડવું છે
ઓ સાંવરીયા મારે હાથે જમાડું જમવા આવોને...
રામભક્તને દર્શન આપો ને
આવી જીવન સફળ અમારા કરો ને
હું તો કોટી કોટી પાય લાગુ
ઓ સાંવરીયા મારે હાથે જમાડું જમવા આવોને...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка એકાદશી નિમિત્તે થાળ - ઓ સાંવરિયા મારે હાથે જમાડું જમવા આવોને - વસંતબેન ( થાળ લખીને નીચે મૂક્યો છે)
Пікірлер: 38