કેમ આવું ગોકુળિયામાં કેમ આવું?
તમે સામા આવોને ગોપાળ ગોકુળિયા માં કેમ આવું?
વાલા વ્રજની વાટે અમે આવ્યા નથી
તમારા વિશ્રામ ઘાટે અમે નાયા નથી
મારે કરવા યમુના પાન ગોકુળિયામાં કેમ આવું?
વ્રજ ભૂમિની રજ અમે લીધી નથી
ભાવે ભક્તિ તમારી અમે કીધી નથી
હું તો અજાણી થઈને અથડાવું ગોકુળિયામાં કેમ આવું?
વાલા કુંજ નિકુંજ અમે આવ્યા નથી
તમારા ઠકરાણી ઘાટે અમે નાયા નથી
મને રમણ રેતી માં રમાડો ગોકુળિયામાં કેમ આવું?
વાલા વનરાતે વનમાં રાસ રચ્યો
બબ્બે ગોપીની વચ્ચે મારો વાલો વસ્યો
મને રાસ મંડળ માં તેડાવ ગોકુળિયામાં કેમ આવું?
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет કેમ આવું ગોકુળિયામાં કેમ આવું - વસંતબેન ( કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 74