દ્વારિકાનો નાથ આજે મનમાં મલકાય
એક ગામડીયો એને ગાડામાં લઈ જાય
કૃષ્ણ સુદામા જેવી જોડી રે કહેવાય
એક ગામડીયો એને ગાડામાં લઈ જાય
પૂનમે દ્વારિકામાં સંઘ એક જાય છે
હાથમાં તુલસી વાવી બોડાણા જોડાય છે
હોશે હોશે ગંગા બાઈ એ આપી છે વિદાય
એક ગામડીયો એને ગાડામાં લઈ જાય
રંગીલો રંગમાં એવો રંગાય છે
પગે ચાલીને દ્વારિકા પૂનમ ભરવા જાય છે
સિત્તેર વરસની એની ઉંમર થઈ જાય
એક ગામડીયો એને ગાડામાં લઈ જાય
રણછોડરાય આજે હું સાચું જણાવું
પગ જકડાય તેદી કેમ કરી આવું
ગાડુ લઈને આવો એમ કહે રણછોડરાય
એક ગામડીયો એને ગાડામાં લઈ જાય
ગાડું લઈને બોડાણા દ્વારિકામાં જાય છે
ભાવ ભર્યા ભૂધરજી ભાવમાં ભીંજાય છે
પ્રભુ કહે તમારી વાટ તો જોવાય
એક ગામડીયો એને ગાડામાં લઈ જાય
છાનો માનો છોગાળો છટકી રે જાય છે
આત્મા પરમાત્મા બેય ભેગા રે થાય છે
રણછોડરાય ડાકોર નો ઠાકોર કહેવાય
એક ગામડીયો એને ગાડામાં લઈ જાય
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка એકાદશીનું કિર્તન - દ્વારિકાનો નાથ આજે મનમાં મલકાય - દક્ષાબેન ( ભક્ત બોડાણો હાથમાં તુલસી વાવી જાય)
Пікірлер: 119