દ્વારિકાના રણછોડરાય મને તેડવા ને આવજો
રથમાં બેસીને તમે આવજો રે મને તેડવા ને આવજો
દ્વારિકાના રણછોડરાય મને તેડવા ને આવજો...
શનિવારે નો આવશો ને રવિવારે નો આવશો
સોમવારે શિવ મિલન હોય મને તેડવા ને આવજો
દ્વારિકાના રણછોડરાય મને તેડવા ને આવજો...
નોમે નો આવશો ને દસમે નો આવશો
અગિયારસ નાં દ્વાર ખુલ્લા હોય મને તેડવા ને આવજો
દ્વારિકાના રણછોડરાય મને તેડવા ને આવજો...
ફૂલ નો લાવશોને હાર નો લાવશો
તુલસીમાળા લાવજો રે મને તેડવા ને આવજો
દ્વારિકાના રણછોડરાય મને તેડવા ને આવજો...
બપોરે નો આવશોને સાંજે નો આવશો
સવારે સૂર્ય મિલન હોય મને તેડવા ને આવજો
દ્વારિકાના રણછોડરાય મને તેડવા ને આવજો...
ગોમતીજી નાં લાવશોને જમનાજી નો લાવશો
ગંગાજળ લઈને તમે આવજો રે મને તેડવા ને આવજો
દ્વારિકાના રણછોડરાય મને તેડવા ને આવજો...
હાથીડા નાં લાવશો ને ઘોડલાં નો લાવશો
વિમાને બેસીને તમે આવજો રે મને તેડવા ને આવજો
દ્વારિકાના રણછોડરાય મને તેડવા ને આવજો...
દ્વારિકાનાં નાથ મારી વિનંતી સુણીને
રાખજો ચરણ ની પાસ મને તેડવા ને આવજો
આટલડું માનજો રે મને તેડવા ને આવજો...
દ્વારિકાના રણછોડરાય મને તેડવા ને આવજો
રથમાં બેસીને તમે આવજો રે મને તેડવા ને આવજો ...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет દ્વારિકા ના રણછોડરાય મને તેડવાં ને આવજો - એકાદશી નિમિત્તે
Пікірлер: 82