વાલા લાગે છે હનુમાના રુદિયામાં મને વાલા લાગે છે હનુમાના...
વાલા લાગે છે મને લંગોટી વાળા
પેરી છે આંકડાની માળા રુદિયામાં મને વાલા લાગે છે હનુમાના...
એક છલાંગ મારી સૂર્યને પકડ્યો માતા અંજનીના શાપ જ બાળ્યા
મૂકી પવનસુતે દોટ રુદિયામાં મને વાલા લાગે છે હનુમાના...
લાડુના ભોગ વાલા હનુમાન ને ભાવે
સિંદૂર ચડે ને તેલ ચડે છે
હાથે હનુમાનને છે ગદા રુદિયામાં મને વાલા લાગે છે હનુમાના...
એક લાંઘે વાલે સમુદ્ર ઓળંગીઓ
સીતાજી ની શોધમાં લંકામાં આવીયા
ખોળ્યા લંકાગઢનાં રાજ રુદિયામાં મને વાલા લાગે છે હનુમાના...
અશોક વનમાં માતા સીતાજી ને જોયા
ખોળામાં રામજીની મુદ્રિકા ફેંકી
રામજીની ઓળખાણ આપી રુદિયામાં મને વાલા લાગે છે હનુમાના...
ફળ તોડ્યા ને વાલે ઝાડ ઉખાડ્યા
પૂંછ સળગાવી વાલે આગ રે ચાંપી
બાળ્યા લંકાગઢ ના રાજ રુદિયામાં મને વાલા લાગે છે હનુમાના...
એક હાથે વાલે ડુંગર ઉપાડ્યો
સંજીવની બૂટી લઈ આવ્યા મારો વાલો
લક્ષ્મણના પ્રાણ બચાવ્યા રુદિયામાં મને વાલા લાગે છે હનુમાના...
વાલા હનુમાનને એટલી અરજ છે
દર્શન કરવાની હૈયામાં હામ છે
સઘળા સંકટ હવે કાપો રુદિયામાં મને વાલા લાગે છે હનુમાના...
તુલસીદાસ ના સ્વામી શ્રી રામજી
ભરત શત્રુઘ્ન લક્ષ્મણ સીતાજી
ચરણોમાં બેઠા હનુમાના રુદિયામાં મને વાલા લાગે છે હનુમાના...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка વાલા લાગે છે હનુમાના રૂદિયામાં - દક્ષાબેન સ્વરચિત ( કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 62