કીર્તન_
તમે સુણો ગોપી મથુરામાં તો મારા મા ને બાપ છે રે
શું વાત કરું વિચાર કરું તો પૂર્ણ સંતાપ છે
મારા મામાએ મુજને તેડાવ્યો છે
મારા મામા કંસ બહુ પાપી છે રે
મારી માતાના છ બાળક માર્યા છે રે
એને શીલા ઉપર પછાડ્યા છે
મારા માતા પિતા કારાગ્રહમાં છે
તમે સુણો ગોપી મથુરામાં તો મારા મા ને બાપ છે રે
મારા માતા-પિતાને વચન દીધા છેરે
અગીયાર વર્ષને બાવન દિવસ થયા છે
એ તો હસતા ને રમતા વયા ગયા
તમે સુણો ગોપી મથુરામાં તો મારા મા ને બાપ છે રે
મારા મામાએ મુજને તેડાવ્યો છે રે
અક્રૃડ રથ લઈને આવ્યા છે
એને ધનુષ યજ્ઞ રાખ્યો એ માટે
તમે સુણો ગોપી મથુરામાં તો મારા મા ને બાપ છે રે
રાધાજી ઊભા રુદન કરે
એની આંખડી માં આંસુ ની ધારા વહે
મોરલી આપીને એને વચન દીધા
તમે સુણો ગોપી મથુરામાં તો મારા મા ને બાપ છે રે
તમે આડા ફરો છો ગોતી શા માટે ?
મારે જવું મથુરા ની વાટે
પાપી અક્રૂડ આવ્યો એ માટે
તમે સુણો ગોપી મથુરામાં તો મારા મા ને બાપ છે રે
વલ્લભ ના સ્વામી રસિયા છે
એ તો ગોપીઓની રુદિયે વસ્યા છે
વચન આપી ગયા વાલો મથુરા વાટે
તમે સુણો ગોપી મથુરામાં તો મારા મા ને બાપ છે
તમે સોનો ગોપી મથુરામાં તો મારા મા ને બાપ છે રે
શું વાત કરું વિચાર કરું તો પૂર્ણ સંતાપ છે
🙏🙏🙏🙏ગુરુ કૃપા કીર્તન તરફ થી તમને બધાને જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏
Негізгі бет કાના અને તેના માતા-પિતા ને લગતું કીર્તન. gurukrupa kirtan//કીર્તન નીચે લખેલ છે 👇👇👇
Пікірлер: 2