ઓલા કાના રે તારા દર્શન મારે કરવા છે
તને વિધ વિધ રૂપમાં જો મારા વાલા તારા દર્શન મારે કરવા છે
ઓલા કાન રે મથુરા ની જેલમાં
તું તો પ્રગટ થયો મધરાતે મારા વાલા તારા દર્શન મારે કરવા છે
ઓલ્યા કાના રે માતા જશોદા ની ગોદ માં
તને બાળ સ્વરૂપમાં જો મારા વાલા તારા દર્શન મારે કરવા છે
અલ્યા કાના રે ગોકુળ ગામની ગોંદરે
તને ધેનુ ચરાવતા જો મારા વાલા તારા દર્શન મારે કરવા છે
અલ્યા કાના રે ગોપ ગોવાળિયા ની સંગમાં
તને માખણ ચોરતા જોવું મારા વાલા તારા દર્શન મારે કરવા છે
અલ્યા કાના રે કદમ કેરા ઝાડવે
તને વસ્ત્ર ચોરતા જો મારા વાલા તારા દર્શન મારે કરવા છે
અલ્યા કાન્હા રે કાલીંદી ને કાંઠડે
તને ગેડી દડો રમતા જો મારા વાલા તારા દર્શન મારે કરવા છે
અલ્યા કાના રે સોળસો ગોપીઓ ની વચમાં
તને રાસે રમતા જો મારા વાલા તારા દર્શન મારે કરવા છે
ઓલા કાના રે રાધા રાણીની સંગમાં
તને ગુગલે સ્વરૂપમાં જો મારા વાલા તારા દર્શન મારે કરવા છે
Негізгі бет Kana re tara darsan mare krva... ઓલા કાના રે તારા દર્શન મારે કરવા છે . નીચે લખેલું છે.
Пікірлер