નંદ બાબા ઉભા છે ને જશોદા માં પૂછે છે,
મથુરા ની મૈયારણ ક્યાં ગયો મારો કાનુડા.....
મેવાડ માં ગયો છે ને મીરાંબાઈ ને મળ્યો છે,
ઉભો ઉભો ઝેર પીવે માતા તારો કાનુડો....
સુદામાજી ઉભા છે ને બલભદ્ર પૂછે,
ગોકુળ ના ગોવાળિયા ને ક્યાં ગયો મારો બાંધવો...
વીરપુર માં ગયો છે ને જલારામ ને મળ્યો છે,
સંતો ને જમાડે છે વીરા તારો બાંધવો....
સૈયરું સાથે ઉભા છે રાધાજી પૂછે છે,
વનની કોયલડીને ક્યાં ગયો મારો સાયબો....
વનરાવનમાં ગયો છે ને ગોપીયું ને મળ્યો છે
રાસ રમાડે છે રાધા તારો સાયબો....
પાંચે પાંડવ ઉભા છે ને કુંતા માં પૂછે છે,
પાદર ની પનિહારી ને ક્યાં ગયો મારો ભત્રીજો....
સખુ ઘેરે ગયો છે ને લાંબી લાજું કાઢી છે,
બેડે પાણી ભરે છે ફઈબા તારો ભત્રીજો.....
નરશી મેતા નો શામળિયો,ને મીરા નો ગિરધર ગોપાળ ,
શબરીબાઈ ના સીતારામ દેજો અમને વ્રજમાં વાસ....
#Vasantben
#કીર્તન
#Arunaben
#અરુણાબેન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#Bhavnagar
#ભાવનગર
#કીર્તન_મંડળ
#મહિલા_મંડળ
#મહિલા_કીર્તન_ભજન
#સત્સંગ_મંડળ
Негізгі бет ક્યાં ગયો મારો કાનુડો-અરુણાબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે)
Пікірлер: 158