લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી...
માથે છે ચુંદડી ને ચુંદડી માં ટીકી
ચુંદડી ઓઢનારી કાના તારી ઘરવાળી
લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી...
કાનમાં છે કુંડળ ને કુંડળમાં મોતી
કુંડળ પેરનારી કાના તારી ઘરવાળી
લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી...
ડોકમાં છે હારલો ને હાર માથે હીરલા
હારલો પેરનારી કાના તારી ઘરવાળી
લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી...
હાથમાં છે ચૂડી ને હાથમાં છે મહેંદી
મહેંદી મૂકનારી કાના તારી ઘરવાળી
લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી...
કેડે કંદોરો ને કંદોરામાં ઘુઘરી
કંદોરો પહેરનારી કાના તારી ઘરવાળી
લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી...
પગમાં છે ઝાંઝરને પગમાં છે મોજડી
રૂમજુમ ચાલનારી કાના તારી ઘરવાળી
લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી...
સોળે શણગાર સજી રાધાજી આવ્યા
કાના સાથે રમનારી કાના તારી ઘરવાળી
સંગે રાસ રમનારી કાના તારી ઘરવાળી
લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી - વસંતબેન ( કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 52