મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે#રક્ષાબંધન ગીતbhajan #gujrati #bhakti #kirtan #satsang #gamdu #youtuber #lokdayro #like ,#kanudo #dropadi #રક્ષાબંધન #raxabandhangeet#રક્ષાબંધનગીત#
#bhajan #bhajanmandal #satsangmandal #
#radheradhe #krishnabhajan #
મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે
છોતો લાગો પ્રભુ જી ને હાથ મોહન ખાવા બેઠા છે.....
રાણી રૂક્ષ્મણી તો પાટો ગોતવા હાલીયાં રે
પાટો ગોતતાં ને લાગી ઘણી વાર મોહન ખાવા...
બેની દ્રૌપદી યે મોંઘા શીર ફાળીયાં રે
પાટો બાંધ્યો પ્રભુ જી ને હાથ મોહન ખાવા...
રાણી રૂક્ષ્મણી તો પાટો ગોતી આવીયાં રે
પાટો જોયો પ્રભુજી ને હાથ મોહન ખાવા બેઠા....
પ્રભુ અમથી વાલુ તમોને કોન છે રે
સતી તમથી વાલાં અમારાં બેન મોહન ખાવા બેઠા છે...
સતી અમથી વાલું તમોને કોણ છે રે
સતી અમથી વાલાં તમારાં ચીર મોહન ખાવા બેઠા છે...
બેની વાલાં હોય તો મોટા ઘેર પરણાવજો રે
બેન નાં પુરજો મોંઘેરા ચીર મોહન ખાવા બેઠા છે....
બેન ને પાંડવ ઘેર પરણાવીયાં રે
એના પાંચેય ના જૂદા જૂદા નામ મોહન ખાવા બેઠા છે...
પાંચ પાંડવ રમે છે જુગટે રે
રમતાં ને હારી ગયા દાવ મોહન ખાવા બેઠા છે....
હારા છે રાજ અને પાટ ને રે
પછી હારા છે દ્રોપદી નાર મોહન ખાવા બેઠા છે...
ભરી સભામાં માં દ્રોપદી ને બોલાવીયાં રે
પાપી દુશાસન ખેંચે છે એનાં ચીર મોહન ખાવા બેઠા છે...
બેની દ્રૌપદી યે કૃષ્ણ આરાધ માંડીયો રેv
મારી વારે આવો કૃષ્ણ મોરાર મોહન ખાવા બેઠા છે....
વાલો સુતાતા ન્યાંથી જાગીયા રે
વાલો આવા સભા ની માંય મોહન ખાવા બેઠા છે...
બેની દ્રૌપદી નાં મોંઘા શીર પુરિયાં રે
કંઈ પુરા નવસો નવ્વાણું ચીર મોહન ખાવા બેઠા છે...
વાલો નરશીમેતા નો સ્વામિ શામળો રે
અમને દેજો શ્રી વ્રજ માં વાસ મોહન ખાવા બેઠા છે....
🙏જય શ્રી કૃષ્ણ 🙏
અંતર ભીજાણા વીના ઉભરો ના આવે
ઉભરો ન આવે વાલો નજરે ના આવે અંતર ભીજાણા વીના....
પ્રહલાદ જી નું જ્યારે અંતર ભીજાણુ
સ્થંભ ને ભેટવા નું આવું હતું ટાણું
સ્થંભ માં તો કીડીયુ ની હાર દેખાણી અંતર ભીજાણા વીના...
નરશી મહેતા નું જ્યારે અંતર ભીજાણુ
મામેરૂ પુરવાર નું આવું હતું ટાણું
ખોબે ને ધાબે વાલો મામેરૂ લઈ આવે અંતર ભીજાણા વીના...
મીરાં તે બાઈ નું જ્યારે અંતર ભીજાણુ
ઝેર પીવાનું જ્યારે આવુ હતું ટાણું
ઝેર માં તો મીરાં બાઇ ને કનૈયો દેખાણો અંતર ભીજાણા વીના...
દ્રોપદી નું જ્યારે અંતર ભીજાણુ
ચીર પુરવા નું જ્યારે આવુ હતું ટાણું
એક સાડી ખેંચે ત્યાં તો બીજી સાડી આવે અંતર ભીજાણા વીના....
શકુ તે બાઈ નું જ્યારે અંતર ભીજાણુ
જાત્રા યે જાવાનું આવ્યું હતું ટાણું
વહુવારુ થઈ ને મારો વાલોજી પધાર્યા અંતર ભીજાણા વીના...
🙏જય શ્રી કૃષ્ણ 🙏
@Lilubentukadiya 👈
@nivanivan1610 👈
લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો 🙏
Негізгі бет મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે|રક્ષાબંધન ગીત|raxabandha geet|
Пікірлер: 132