મેં તો પેરી પટોળી હરી નામની રે
મારે જાવું અલખને દરબાર
મેં તો પેરી પટોળી હરી નામની રે...
મારે અન્નને જળ ઓછા થયા રે
મારે ભજનનો છે આહાર
મેં તો પેરી પટોળી હરી નામની રે...
હું તો શ્વાસે શ્વાસે સમરણ કરું રે
રોમે રોમે થાયે રણકાર
મેં તો પેરી પટોળી હરી નામની રે...
અમે ભર રે નિંદ્રામાંથી જાગીયા રે
મને હરિ પાડે છે સાદ
મેં તો પેરી પટોળી હરી નામની રે...
મારે જગનો વેવાર નથી કામ નો રે
મારે હરિ સાથે છે હેત
મેં તો પેરી પટોળી હરી નામની રે...
પેરી પટોળી કાયારાણી ચાલિયા રે
એને સંતોનો છે સંગ
મેં તો પેરી પટોળી હરી નામની રે...
મારી સુરતા ગોતે છે મારા શ્યામને રે
મારે હરી સાથે છે પ્રીત
મેં તો પેરી પટોળી હરી નામની રે...
મારે રામ અને શ્યામ ગુરુનો આશરો રે
મને ઉતારો ભવસાગર પાર
મેં તો પેરી પટોળી હરી નામની રે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка મેં તો પેરી પટોળી હરિ નામની રે - દક્ષાબેન ( કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 43