માતા પાર્વતી ના જાયા રે જય જય ગજાનંદ
તમે ભક્તો ના રખવાળા રે જય જય ગજાનંદ
જય જય ગજાનંદ બાપા જય જય ગજાનંદ
માતા પાર્વતી ના જાયા રે જય જય ગજાનંદ...
તમને સોનાનું પારણિયું તમને રૂપાનું પારણિયું
તમને પારણિયે ઝૂલાવું રે જય જય ગજાનંદ
માતા પાર્વતી ના જાયા રે જય જય ગજાનંદ...
હું તો કંકુ ચોખા લાવું હું તો અબીલ ગુલાલ
તેની છોળો ને ઉડાડું રે જય જય ગજાનંદ
માતા પાર્વતી ના જાયા રે જય જય ગજાનંદ...
હું તો દૂર્વાના હાર લાવું જાસવંતીના ફૂલ લાવું
તેના હારલા પહેરાવું રે જય જય ગજાનંદ
માતા પાર્વતી ના જાયા રે જય જય ગજાનંદ...
હું તો ચુરમાના લાડુ લાવું સાથે મીઠા મોદક લાવું
તેની સામગ્રી ધરાવું રે જય જય ગજાનંદ
માતા પાર્વતી ના જાયા રે જય જય ગજાનંદ...
હું તો નોતરું દેવા આવું સાથે નિમંત્રણ આપું
આવો મૂષકની સવારી રે જય જય ગજાનંદ
માતા પાર્વતી ના જાયા રે જય જય ગજાનંદ...
સાથે રિદ્ધિ સિદ્ધિ લાવો લાભ શુભ ને લઈને આવો
હું તો ચોખલીએ વધાવું રે જય જય ગજાનંદ
માતા પાર્વતી ના જાયા રે જય જય ગજાનંદ..
પિતા શિવજીના દુલારા બેની ઓખાબાઈ ના વીરા
સ્વામી કાર્તિકેયના ભ્રતા રે જય જય ગજાનંદ
માતા પાર્વતી ના જાયા રે જય જય ગજાનંદ...
માટે પ્રેમથી પધરાવું ભાલે ચંદન લગાવું
હું તો આરતી ઉતારું રે જય જય ગજાનંદ
માતા પાર્વતી ના જાયા રે જય જય ગજાનંદ...
તારા નામની બલિહારી હું તો જાઉં વારી વારી
સખી મંડળ ગુણલા ગાય રે જય જય ગજાનંદ
માતા પાર્વતી ના જાયા રે જય જય ગજાનંદ...
🙏
Thanks
Негізгі бет 🙏 માતા પાર્વતી ના જાયા રે જય જય ગણેશા... 🌹🌹લખેલુ છે )
Пікірлер: 26