માયારૂપી વડલાની છોય સંસારમાં હું એકલી
મેરે જાણ્યું કે મારા માતા-પિતા આપણા
માતા પિતાએ સાસરીયે વડાવી સંસારમાં હું એકલી
મેરે જાણ્યું કે મારા કાકા કાકી આપણા
કાકા કાકી કહેવાના હોય સંસારમાં હોય એકલી
મેરે જાણી કે મારા માડી જાય આપણા
માંડી જાય પરદેશ જાય ભાભી ના બોલાવે સંસારમાં હું એકલી
મેરે જાણી કે મારા સાસુ સસરા આપણા
સાસુ સસરા મેણા ટોણા મારે સંસારમાં હું એકલી
મેરે જાણ્યું કે મારા દિયર જેઠ આપણા
મિલકત માટે રોજ ઝઘડા થાય સંસારમાં હું એકલી
મેરે જાણી કે મારા દીકરા આપણા
દીકરા જુદા ચાલ્યા જાય વહુવારુ ના બોલાવે સંસારમાં હું એકલી
મેરે જાણ્યુંકે મારી દીકરી આપણી
દીકરીઓને જમાઈ લઈ જાય સંસારમાં હું એકલી
મેરે જાણ્યું કે મારું કુટુંબ આપણું
કુટુંબમાં આઘાપાસી હોય સંસારમાં હું એકલી
મેરે જાણી કે મારા પતિદેવ આપણા
પતિદેવ મતલબી હોય સંસારમાં હું એકલી
મેરે જાણી કે મારો કનૈયો આપણો
કાનુડો મારી સાથે હોય સંસાર મોહી એટલી
Негізгі бет માતા પિતાએ સાસરીયે વડાવી નીચે લખેલું છે
Пікірлер: 3