આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો
વ્રજભૂમિમાં આંબાનો વાસ સખીરી આંબો રોપીયો...
આંબે વાસુદેવજીએ બીજ વાવીયા
થયા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખીરી આંબો રોપીયો...
આંબે જશોદાજીએ જળ સિંચિયા
નંદ ગોપ આંબાનાં રખેવાળ સખીરી આંબો રોપીયો...
બ્રહ્માજીએ તે ચાર પત્ર લખિયા
મુની નારદે કીધા રખેવાળ સખીરી આંબો રોપીયો...
વ્યાસ મુનિએ પત્રસર કર્યા
તેના નવખંડમાં છે નામ સખીરી આંબો રોપીયો...
આંબો ધ્રુવ અને પ્રહલાદે અનુભવ્યો
તેની સેવ નારી છે વ્રજ નાર સખીરી આંબો રોપીયો...
દ્વાદશ સ્કંધના તે આંબે થડ થયા
ત્રણસો પાંત્રીસ અધ્યાયની છે ડાળ સખીરી આંબો રોપીયો...
અઢાર હજાર શ્લોક આંબે સ્થિર થયા
પોણોસો લક્ષ અક્ષર આંબે પાન સખીરી આંબો રોપીયો...
કલ્પવૃક્ષ થઈને આંબો દુજીયો
એની ચૌદ ભુવનમાં છે છાંય સખીરી આંબો રોપીયો...
અવતરણ તેતાલીસનાં આંબે જુમખાં
શ્રીમદ ભાગવત છે આંબાના ફળ સખીરી આંબો રોપીયો...
તે ફળ શુકદેવજી વેડીને લઈ ગયા
પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખીરી આંબો રોપીયો...
તે રસ રેડિયો શ્રી પરીક્ષિતના શ્રવણમાં
ખરો અનુગ્રહ નો આધાર સખીરી આંબો રોપીયો...
સાત દિવસમાં શ્રીકૃષ્ણ પદ મળ્યું
જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખીરી આંબો રોપીયો...
આંબો ગાય શીખે ને સુણે સાંભળે
એનો શ્રીકૃષ્ણ ચરણમાં વાસ સખીરી આંબો રોપીયો...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો - વનિતા બેન ( કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 60