આપો પેરામણી આજે હનુમાનને
કહે સીતાજી રાજા રામને...
રાજા બન્યા રામ આજે અવધના
ભૂલી કેમ જાઓ હનુમાનને...
હસતા હસતા હરી કહે છે સીતાને
કહો શું આપું હનુમાનને...
આપુ શું ભક્ત ને હું તો ભિખારી
દાની સ્વીકારે કેમ દાનને...
ભક્ત લક્ષ્મીના નાથ નો નાથ છે
લાંબો કેમ કરે એના હાથને...
રામની સાનમાં સમજ્યા નહીં સીતા કહેવું ફોગટ ભગવાનને...
અનમોલ હાર સીતા કાઢી ગળેથી પેરાવી દીધો હનુમાનને...
હાર નો ભાર ગળે નાખીને જોયા ન જોયા રાજા રામને...
દાંતે તોડી મોતી પરખાવી જાતી કાયા માં સંતાડ્યા શું રામને...
હારના ભારમાં મેણાના મારમાં જાગ્યું સ્વમાન હનુમાન ને...
જય રઘુવીર કહી છાતી ચીરીને દેખાડ્યા રુદિયામાં શ્રીરામને...
"કાંતિ" નો નાથ આપે સાચી પેરામણી
બાથ ભરી હનુમાન ને...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка આપો પેરામણી આજે હનુમાનને - દક્ષા બેન (કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 31