પોરબંદર માં
-પર્યાવરણ ને બચાવવા ખારવા સમાજ અને એકસ્રીમ ફિટનેસ કેર ના બાળકો દ્વારા અનોખો પ્રયત્ન કરાયો હતો
પોરબંદર ના ઈતિહાસ માં સૌપ્રથમ વખત
પર્યાવરણ ને બચાવવા માટે સ્કેટિંગ રેલી નું ભવ્ય આયોજન કરાયું હતું
ખારવા સમાજની પંચાયત મઢી થી અષાઢી બીજ ની શોભાયાત્રા રૂટ પર પર્યાવરણ ને બચાવવા અને વૃક્ષો વાવવા ભવ્ય સ્કેટિંગ રેલી નું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન સતત ચોથી વખત ચૂંટાયેલ વાણોટ પવનભાઈ શિયાળના માર્ગદર્શન માં કરવામાં આવ્યું હતું પોરબંદર ના ઈતિહાસ માં સૌપ્રથમ વખત સમસ્ત ખારવા સમાજ ની શુભેચ્છા અને માર્ગદર્શન માં એકસ્રીમ ફિટનેસ કેર દ્વારા પર્યાવરણ ને બચાવવા વૃક્ષો વાવવા ની સામાજિક જાગૃતિ માટે બાળકો દ્વારા ભવ્ય સ્કેટિંગ રેલી નું આયોજન કરવામાં આવેલ જે સમસ્ત ખારવા સમાજ ની પંચાયત મંદિર મઢી થી સમાજ ના ઉપપ્રમુખ અશ્વિનભાઇ જુંગી એ ગ્રીન ફ્લેગ આપી શુભ શરૂવાત કરાવી હતી જે અષાઢી બીજ નિમિત્તે ખારવા સમાજ દ્વારા પરંપરાગત નીકળતી રામદેવજી મહાપ્રભુ ની ભવ્ય શોભાયાત્રા રૂટ પર નીકળી હતી બાળકોની આ અનોખી કૃતિ ને નિહાળી શહેરી જનો એ બાળકોના આ પ્રયત્ને ને આવકાર્યો હતો
સમસ્ત ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ જશુભાઇ શિયાળ એ એકસ્રીમ ફિટનેસ કેર ના કેતનભાઈ કોટિયા ,સુરજભાઈ મસાણી,મહેશભાઈ મોતિવરસ,સુનિલભાઈ ડાકી અને બધાજ સ્કેટિંગ દ્વારા પર્યાવરણ બચાવ નો સંદેશ આપનાર બાળકો અને એમના માતાપિતા નો આભાર વ્યક્ત કર્યો હતો
આયોજન ને સફળ બનાવવા સમાજ ન ઉપપ્રમુખ અશ્વિનભાઇ જૂંગી, પંચ પટેલો,ટ્રસ્ટીઓ,ફાયબર ર્ગૃપ ઓફ પોરબંદર ના હિતેશભાઈ ખોરાવા,હિરેનભાઈ જુંગી અને સહયોગી થનાર તમામ લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો
Негізгі бет પોરબંદર ના ઇતિહાસ માં પ્રથમ વખત સ્કેટિંગ રેલી યોજાઈ:મુખ્ય માર્ગો પર સર્જાયા અદભુત દ્રશ્યો
Пікірлер: 3