રાણી મંદોદરી રાવણ ને વિનવે સીતાજી ના સપના છોડો નાથ રે જાઈ શ્રી રામજી ને શરણે
રાજા રાવણ કહે સુણો મંદોદરી નારાયણ નમવાના મારે નીમ રે કેમ જાવું રામજી ને શરણે
સાવ રે સોનાની મારી લંકા રે નગરી વન વન ફરે શ્રી રામ રે કેમ જાવું રામજી ને શરણે
દસ દસ માથા મારે વીસ વીસ ભુજા એક જ શિરે ફરે શ્રી રામ રે કેમ જાવું રામજી ને શરણે
હજાર હાથી ને મારે દસ હજાર છે ઘોડલાં પગપાળા ફરે શ્રી રામ રે કેમ જાવું રામજી ને શરણે
અંગે આભૂષણ મારે નો સમાય પોતડી ભર ફરે શ્રી રામ રે કેમ જાવું રામજી ને શરણે
મારા મુગટ છે સવા સવા લાખ ના ખુલા મસ્તક ફરે રામ રે કેમ જાવું રામજી ને શરણે
મોંઘા તે મૂલની મારે પગમાં છે મોજડી ઉઘાડા પગે શ્રી રામ રે કેમ જાવું રામજી ને શરણે
અસ્ત્ર શસ્ત્ર તો રાણી મારે અપાર છે ધનુષ લઈને ફરે રામ રે કેમ જાવું રામજી ને શરણે
આસુરી સેના મારે અપાર છે વાનર સેના એ ફરે રામ રે કેમ જાવું રામજી ને શરણે
કુંભકર્ણ જેવો મારે છે બાંધવો વનવાસી બન્યા એના વીર રે કેમ જાવું રામજી ને શરણે
મેઘનાદ જેવો મારે બળિયો દીકરો એકલે પંડે ફરે શ્રી રામ રે કેમ જાવું રામજી ને શરણે
રાણી મંદોદરી રાવણ ને વિનવે અહંકાર મેલો ને મારા નાથ રે જાઈ શ્રી રામજી ને શરણે
દર્ભ નું તણખું લીધું સીતાજી એ પાસે ના પોગ્યા સ્વામી નાથ રે જાઈ શ્રી રામજી ને શરણે
સતી સીતા માં આટલી છે શક્તિ એના સ્વામી છે શ્રી રામ રે જાઈ શ્રી રામજી ને શરણે
સીતાજી તો મારા શોક્ય રે નથી લઈ આવ્યા તમારું મોત રે જાઈ શ્રી રામજી ને શરણે
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સમજો ને રાવણ રાજ રે જાઈ શ્રી રામજી ને શરણે
બાંધવો હણીયા દીકરાઓ હણીયા લીધો રાવણ નો દાવ રે જાઈ શ્રી રામજી ને શરણે
રાવણ રોળ્યો ને લંકા રે જીત્યા લઈ આવ્યા સીતા માત રે જાઈ શ્રી રામજી ને શરણે
રાજા રામચંદ્રજી નો કીધો જયજયકાર રે ઉતાર્યો ભૂમિ કેરો ભાર રે જાઈ શ્રી રામજી ને શરણે
કીર્તન પૂરું કર્યા પછી કીર્તન લખનાર નો આભાર...ઉષ્મા બેન
Негізгі бет રાણી મંદોદરી રાવણ ને વિનવે સીતાજી ના સપના છોડો નાથ - દક્ષા બેન ( કીર્તન લખેલું નીચે મૂક્યું છે)
Пікірлер: 208