🌹🌹આવી છે નોરતા ની રાતડી રાતડી
માતા ભવાની મને ગરબે રમાડે
🌹🌹શેરોવાલી મને કંકુ બતાવે
ગબ્બર વાળી મને ચુંદડી બતાવે
🌹🌹ચુંદડી દેખી ને હું તો હાલી હાલી
માતા ભવાની મને ગરબે રમાડે
આવી છે નોરતા ની....
🌹🌹સાત બેનડીયો સપનામાં આવે
ચોટીલા વાળી મને ઝાંઝર બતાવે
🌹🌹ઘુઘરી ના ઘમકારે હાલી હાલી
માતા ભવાની મને ગરબે રમાડે
🌹🌹ધરણી ધ્રુજાવતી માતા બોલાવે
પાવાગઢ વાળી મને દાંડિયા બતાવે
🌹🌹દાંડિયા રમવા ચાલી ચાલી
માતા ભવાની મને ગરબે રમાડે
🌹🌹ખોડલ માં મને ત્રિશુલ બતાવે
ત્રિશુલ ના ખમકારે હાલી હાલી
માતા ભવાની મને ગરબે રમાડે
🌹🌹દક્ષિણ દેશના તુળજા બોલાવે
કટરા વાળી મને ડુંગર બતાવે
🌹🌹ડુંગરે ડુંગરે ચાલી ચાલી
માતા ભવાની મને ગરબે રમાડે
આવી છે નોરતા ની.....
🌹🌹માતા બહુચર મને કૂકડો બતાવે
ગરબે ઘૂમવા હાલી હાલી
માતા ભવાની મને ગરબે રમાડે
🌹🌹મારી રાધા મને મટકી બતાવે
મારી સાથે મારી સખીઓને બોલાવે
🌹🌹સહિયરો ની સાથે હાલી હાલી
માતા ભવાની મને ગરબે રમાડે
આવી છે નોરતા ની રાતડી.....
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
#ભજન #સત્સંગ #trending #bhajan #gujaratibhajan #કીર્તન #ગુજરાતી #krishna #ગરબા #lagangeet
Негізгі бет 💐🌺સ્વ રચિત 🌺માતા ભવાની મને ગરબે રમાડે👉 (લખેલ)👈 6352384137
Пікірлер: 38