મારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો🙏🙏🙏 કષ્ટભંજન કિર્તન
________________ કિર્તન____________________
તને કેમ ના આવે સમજણ માં
ગુણ નહિ રે ગવાય ગઢ પણ મા..
તારી જુવાની જાય એક ક્ષણ મા
ગુણ નહિ રે ગવાય ગઢ પણ મા...
કાનેનહિ રે સંભળાય બેસી ને ઉભું નહિ થવાય...
તને દુઃખ લાગે ઘણૂ દિલ માં
ગુણ નહિ રે ગવાય ગઢ પણ મા...
કાયા પડું પડું થાય જીવ આવે ને જાય...
તારી કાયા પડશે પલંગ મા..
ગુણ નહિ રે ગવાય ગઢ પણ મા...
ભુખ્યા નહિ રે રેવાય પેટ નહિ રે ભરાય...
કાચા અન રેડાય છે ઓદર મા..
ગુણ નહિ રે ગવાય ગઢ પણ મા...
ખાટ ખુણા મા ઢળાય દુઃખ સહયુ ના જાય...
તારી ગણતરી નથી તારા ઘરમાં..
ગુણ નહિ રે ગવાય ગઢ પણ મા...
ચણા બંગલા ને મહેલ હવે લાગે તને જેલ...
તારા દિકરા નુ ધ્યાન તારા ધન મા..
ગુણ નહિ રે ગવાય ગઢ પણ મા...
કેવુ સંતો નું માન કર પ્રભુ ને પ્રણામ...
સો સ્વાર્થી બન્યા છે સગપણ મા
ગુણ નહિ રે ગવાય ગઢ પણ માં...
તારી સાંભળશે નહિ વાત તને દેશે નહિ સાથ..
તને દુઃખ લાગે ઘણુ દિલ માં
ગુણ નહિ રે ગવાય ગઢ પણ માં...
તેડા જમ ના રે થાય કાંઇ નહિ આવે સાથ...
તને લય જાશે એક જ ક્ષણ મા..
ગુણ નહિ રે ગવાય ગઢ પણ માં..
પુનીત છેલ્લો છે સ્વાસ સગા કાઢે તારો વાસ..
તને પોઢાડી દેસે બળતણ મા
ગુણ નહિ રે ગવાય ગઢ પણ માં...
તને કેમ ના આવે સમજણ માં
ગુણ નહિ રે ગવાય ગઢ પણ માં....
Негізгі бет તને કેમ ના આવે સમજણ માં...(કિર્તન નીચે લખેલું છે)
Пікірлер: 12