ડુંગળી ની ખેતી કરતા ખેડૂતો માટે........
છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ કે ડુંગળી પકવતા ખેડૂતો રસાયણિક ખાતર અને જંતુનાશક / ફુગનાષ્ક દવા ઑ નો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરે છે.
આમ ને આમ રસાયણો નો ઉપયોગ થશે તો ......આપણી જમીન માં આવનારા દિવસો માં ખડ નું તણખલું પણ નહિ ઊગે!!!
અમર્યાદિત રસાયણો વાપરવા નાં બદલે સંકલિત જીવાત / રોગ નિયંત્રણ અને પોષણ ની વ્યવસ્થા ગોઠવવી જરૂરી થઈ રહી છે.
🧅 ડુંગળી માં કૃમિ / નેમેટોડ , ફૂગ અને થ્રીપસ નું નુકશાન મુખ્યત્વે થાય છે.
આ પ્રશ્નો નાં સોલ્યુશન માટે માત્ર રસાયણ ઉપર જ નિર્ભર રહેશું તો ખર્ચ વધશે અને ઉત્પાદન ઓછું થશે!
👉🏾 જે ખેડૂત ને ડુંગળી નું વાવેતર કરવું હોય એ ખેડૂત એ ૩ વર્ષે એક વખત ફરજિયાત ડુંગળી નાં પડા માં એક દળી પાક ઘઉં, બાજરી, જુવાર નું વાવેતર કરવું.
⭕ એક દળી વર્ગ નાં પાક કૃમિ / નેમેટોડ નાં યજમાન પાક ન હોવા થી નેમેટોડ નું જીવનચક્ર થોડા અંશે ખોરવાય છે.
📌 #નેમેટોડ #કૃમિ એ ડુંગળી માં બાફલો / બાફિયો રોગ પેદા કરવા માટે અમુક અંશે જવાબદાર છે.
👉🏾 ડુંગળી નાં પાક માં પાણી ની નીક / ધોરીયો હોય તેના પાળા તથા ખેતર નાં દરેક પાળા ઉપર દેશી ગલગોટા નું વાવેતર કરવું જોઈએ.
⭕ દેસી ગલગોટા નાં મૂળ દ્વારા નેમેટોડ / કૃમિ ના નિયંત્રણ થાય તેવા રસાયણો જરે છે. જેના થી નેમેટોડ નું કુદરતી નિયંત્રણ થશે.
📌 ફૂગ નાં રોગ નાં નિયંત્રણ માટે ખેડૂતો દ્વારા કેરબા / તિપણાં મોઢે રસાયણિક ફૂગ નાશક દવા ઓ ખેતર માં ઠલવાય છે.
તમે ડુંગળી માં ફુગનાશક નો ઉપર થી સ્પ્રે કરો એ સમજાય પણ પિયત સાથે પાણી માં રસાયણો આપવા માં આવે એ કોઈ રીતે વ્યાજબી નથી..
👉🏾 ફૂગ નાં કુદરતી નિયંત્રણ માટે જમીન માં જૈવિક ફૂગ નાશકો નો ઉપયોગ કરવો જોઈએ.
#ત્રાઇકોડરમાં હરજિયનમ - વિરીડી , સ્યૂડોમોનાશ વગેરે.... ઉત્તમ જૈવિક ફૂગ નાશક છે .
🔆 જે જમીન માં રહેલ નુકશાનકારક ફૂગ ને પોતાનો ખોરાક બનાવી નાશ કરે છે.
📌 ડુંગળી માં આવતી જીવાત માં થ્રીપસ મુખ્યત્વે છે.
તેના સંકલિત નિયંત્રણ માટે કોઈ પણ રસાયણિક જંતુનાશક સાથે બ્યુવેરિયાં બાસિયાનાં નામક જૈવિક ફૂગ નો ઉપયોગ કરી શકાય.
⭕ #બ્યુવેરિયાંબાસિયાનાં એક ફૂગ છે જે કોઈ પણ જીવાત / ઈયળ માં રોગ પેદા કરી ને જંતુ નું નિયંત્રણ કરે છે.
🧅 ડુંગળી નાં પાક માં અમર્યાદિત રસાયણિક ખાતર અયોગ્ય સમયે આપવા માં આવે તો તેની ગરમ અસર પાક માં થાય છે.
ઘણી વખત ડુંગળી નાં કંદ ની દેહધાર્મિક પ્રક્રિયા ઉપર પણ પ્રતિકૂળ અસર ઉપજાવે છે.
માટે યોગ્ય ભલામણ મુજબ નાં ખાતર વાપરવા જોઈએ.
✍️
હેપીલ છોડવડીયા.
bsc ( agriculture )
7574848586
#bafiyo
#ડુંગળી_નો_બાફીયો
#onione
#ડુંગરી
#ડૂંગળી
#dungli
#dungri
Негізгі бет ડુંગળી નો
Пікірлер: 113