આવો સૌ આનંદ કરો ભાવથી ભજન કરો
દીવો તમે દિલમાં કરો ભાવથી ભજન કરો
જોબનીયુ જોતા જશે ગડપણ આવી ઘેરાશે
મનની મનમાં રહી જશે પાછળથી પસ્તાશે
પાણી પહેલા બાંધી લો પાળ ભાવથી ભજન કરો
આવો સૌ આનંદ કરો ભાવથી ભજન કરો
બાંધેલા બંધન છોડો બંસી વાળા ની જય બોલો
અંતરની આંટી ઉકેલો માયા ના પડદા તોડો
કાયા તમે કરો કુરબાન ભાવથી ભજન કરો
આવો સૌ આનંદ કરો ભાવથી ભજન કરો
ભક્તિની ગંગાબહાઓ નાચી કૂદીને તમે ગાવો
તનના તંબુરા સજાઓ લઈલો લાખેણો લાવો
ભક્તો બની ગુણેલા ગાઓ ભાવથી ભજન કરો
આવો સૌ આનંદ કરો ભાવથી ભજન કરો
Негізгі бет આવો સૌ આનંદ કરો ભાવથી ભજન નીચે લખેલું છે
Пікірлер: 4