કિર્તન:
હારે નવા યુગની ફેશન જામી સંસારમાં જોઈ લો આજની નારીઓ
હારે પહેલા નારી નારાયણી કેતા સંસારમાં જોઈ લો આજની નારીઓ
હારે નિત્ય ઊઠે છે મોડી મોડી ઘરમાં એનો જીવ નથી એના વરમાં
એ તો સખીઓની સાથે ચાલી બજારમાં જોઈ લો આજની નારીઓ
હા રે એના બાળકનું ધ્યાન નથી રાખતી એ તો બજારે થી મોડી ઘરે આવતી
હારે એ તો ઉભી ઉભી પાણીપુરી ખાતી બજારમાં જોઈ લો આજની નારીઓ
હારે સાસુ સસરા તો ઘરમાં નથી ગમતા હારે પતિ ઘેર આવે ત્યારે ઘરે ઝઘડા
એને રોજ રોજ રામાયણ થતી સંસારમાં જોઈ લો આજની નારીઓ
હારે એના ભાઈ બેન આવે હરખાય છે એને દિયર નણંદ થી ઝેર થાય છે
હારે એ તો પિયરની થઈને રેતી સંસારમાં જોઈ લો આજની નારીઓ
હારે જોર આવે છે ઘરના કામ કરતા હારે ઘેર ખાવું ને ઝેર ખાવું સરખા
એ તો હોટલમાં જમવા જાતિ સંસારમાં જોઈ લો આજની નારીઓ
હારે દૂધ નથી દેતી પોતાનું બાળને હારે એમાં શરમ એને બહુ આવતી
એ તો બોટલના દુધે મોટા કરતી સંસારમાં જોઈ લો આજની નારીઓ
હારે એને મંદિર મહાદેવ નથી ગમતા હારે એ તો મોબાઈલમાં બહુ ધ્યાન રાખતી
હારે એ તો હરવા ફરવામાં બહુ રાજી સંસારમાં જોઈ લો આજની નારીઓ
હારે તો સાડીઓના સેલમાં જાતિ હારે એના પતિને પૂછવાનો રહેતી
હારે તો પૈસાનું પાણી કરતી સંસારમાં જોઈ લો આજની નારીઓ
હારે પતિદેવ માથે હુકમ ચલાવતી હારે એના કપડાં એ જાતે ધોવડાવતી
હારે પતિ બન્યો છે પત્નીનો દાસ સંસારમાં જોઈ લો આજની નારીઓ
હારે નારી શક્તિનું રૂપ કહેવાય છે તેથી નારી નારાયણ કહેવાય છે
તેથી શક્તિના રૂપમાં રહેજો સંસારમાં જોઈ લો આજની નારીઓ
#કીર્તન #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #ભજન #ગુજરાતીભજન #ગુજરાતીધર્મ #gujaratisatsang #krishnadhun #krishnabhajan #prabhatiya #trendingbhajan #ramdhun #livebhajan #bhajansong #bhajan2024
Негізгі бет જોઈ લો આજની નારીઓ (કિર્તન નીચે લખેલું છે) Gujarati Bhajan| Ram Dhun| Hari Bhajan
Пікірлер: 62