સાત સાત ગોપીઓ ટોળે વળી
ફરીયાદ સુનાવે ઘડી ઘડી
પહેલી ગોવાલણી ફરિયાદ કરે છે
માતા જશોદાને જઈને કહે છે
જળ જમના લાવું ભરી ભરી કાંકરી મારે ઘડી ઘડી
સાત સાહેલીઓ ટોળે વળી ફરિયાદ...
બીજી કહે મારા ગોરસ ઢોળે
ચાર પાંચ ગોવાળિયા લાવે જોડે
દઈને દૂધડા દે છે ઢોળી મટકી ફોડે ઘડી ઘડી
સાત સાહેલીઓ ટોળે વળી ફરિયાદ.....
ત્રીજી કહે મારા વાછરડા છોડે
કદમની ડાળે બેસી બંસી બજાવે
ઘરના કામ બધા ભૂલી બંસી બજાવે ઘડી ઘડી
સાત સાહેલીઓ ટોળે વળી ફરિયાદ......
ચોથી ને પાંચમી બંને કહે છે
વાત મને ઘાટમાં અમને પજવે છે
દાળ ઉઘરાવે ઘડી ઘડી મારગડો રોકે ઘડી ઘડી
સાત સાહેલીઓ ટોળે વળી ફરિયાદ.....
છઠ્ઠી ને સાતમી એમ જ કહે છે
કાના કુવર મારા મનમાં રહે છે
દિલડું દીધું પ્રવેશ બની ચરણોમાં રાખો ઘડી ઘડી
સાત સાત ગોપીઓ ટોળે વળી ફરિયાદ સુનાવે ઘડી ઘડી
Негізгі бет ફરિયાદ સુનાવે ઘડી ઘડી લખેલું છે
Пікірлер