તારો રે સાયબો બતાવ ઓ તોરા રાણી
તારો રે સાયબો બતાવ
સાયબો જોવાની મને લહેરો લાગી
રામ અલખ ધણી. (૨)
હરણી ચરે વનમાં ઓ જેસલ રાયા
હરણી ચરે વનમાં
એરે હરણી માં મારો સાયબો
રામ લ અલખ ધણી. (૨)
હરણી જોયા વનમાં તોરા રાણી
હરણી જોયા વનમાં
એરે હરણી માં નથી સાયબો
રામ અલખ ધણી (૨)
તારો રે સાયબો બતાવ.....
મોરલા ચરે વનમાં હું ઓ જેસલ રાયા
મોરલા ચરે વનમાં
એ રે મોરલા માં મારો સાયબો
રામ અલખ ધણી (૨)
મોરલા જોયા વનમાં હો તોરા રાણી
મોરલા જોયા વનમાં
એરે મોરલા માં નથી સાયબો
રામ અલખ ધણી
કપડા ધોવા ને જાય ઓ જેસલ રાયા
કપડાં ધોવા ને જાય
સામા મળ્યા છે ભાઈબંધ ભેરુડા
રામ અલખ ધણી
ક્યાંથી તું લાયો રામ ઓ જેસલ રાયા
ક્યાંથી તું લાયો રામ
રામો દામો ની અમને ખબર નથી
રામ અલખ ધણી
કપડા ધોયા જેસલ રાયા
ઓ જેસલ રાયા. કપડાં ધોયા જેસલ રાયા
ચારો ભવનની એને ખબરો મળી
રામ અલખ ધણી
પુરાવો પંચમીએ પાઠ ઓ જેસલ રાયા
પુરાવો પંચમીએ પાઠ
એરે પાઠો માં આવશે સાયબો રામ
અલખ ધણી
પુરાયા પંચમી પાઠ હું તોરા રાણી
પુરાયા પંચમીએ પાઠ
સાયબો આયા ને જેસલ ઉગાર્યા
રામ અલખ ધણી (૨)
મેલો ને દરિયામાં દોટ ઓ જેસલ રાયા
મેલો ને દરિયામાં દોટ
સાયબો આવશે ને હાથ ઝાલશે
રામ અલખ ધણી
તારો રે સાયબો.....
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
#ભજન #સત્સંગ #trending #bhajan #gujaratibhajan #કીર્તન #krishna #ગરબા #ગુજરાતી #lagangeet
Негізгі бет 💐તારો રે સાયબો બતાવ💐(લખેલું છે)
Пікірлер: 54