આ કિર્તનનાં શબ્દો કૃષ્ણ મંડળના કાજલબેન રસીલાબેન અને પ્રજ્ઞાબેન એ મોકલ્યા છે...અમે આખો પરિવાર એમના આભારી છીએ...💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
વરસાદ વરસાવો શિવ શંકરજી તમારી જટામાં ગંગાજી
ઘાસ વિનાની ગાયો તલખે
તેથી મારા દિલડા દુભાઈજી તમારી જટામાં ગંગાજી
વરસાદ વરસાવો શિવ શંકરજી તમારી જટામાં ગંગાજી...
વન વિનાની કોયલ તલખે
તેથી મારા દિલડા દુભાઈજી તમારી જટામાં ગંગાજી
વરસાદ વરસાવો શિવ શંકરજી તમારી જટામાં ગંગાજી...
જળ વિનાની માછલી તલખે
તેથી મારા દિલડા દુભાઈજી તમારી જટામાં ગંગાજી
વરસાદ વરસાવો શિવ શંકરજી તમારી જટામાં ગંગાજી...
ચણ વિનાની ચકલી તલખે
તેથી મારા દિલડા દુભાઈજી તમારી જટામાં ગંગાજી
વરસાદ વરસાવો શિવ શંકરજી તમારી જટામાં ગંગાજી...
વરસાદ વિનાના મોરલીયા ટહુકે
વરસાદ વરસાવો તો નાચેજી
તમારી જટા માં ગંગાજી
વરસાદ વરસાવો શિવ શંકરજી તમારી જટામાં ગંગાજી...
ઝેર પીધું ને તમે જગત ઉગાર્યું
નીલકંઠ નું નામ છે પ્યારું
ભક્તોને અમૃત વરસાવો જી
તમારી જટામાં ગંગાજી
વરસાદ વરસાવો શિવ શંકરજી તમારી જટામાં ગંગાજી...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка વરસાદ વરસાવો શિવ શંકરજી તમારી જટામાં ગંગાજી - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 42