અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ કિર્તન ________________
મંદિરમાં હિંડોળા બંધાવજો રે આજ શામળિયો આવશે
શામળીયો આવશે અને હિંડોળે ઝૂલશે
હિંડોળા એવા સજાવજો રે આજ શામળિયો આવશે
મંદિરની આજુબાજુ બાગ બગીચા
હિંડોળો ફૂલથી સજાવજો રે આજે શામળિયો આવશે
શામળિયો આવશે ને હિંડોળે ઝુલશે
હિંડોળે હીરલા જડાવજો રે આજે શામળિયો આવશે
મંદિર ની આજુ બાજુ આસોપાલવના ઝાડ છે
હિંડોળે તોરણ બંધાવજો રે આજે શામળિયો આવશે
મંદિરમાં હિંડોળો બંધાવજો રે......
મંદિરની આજુબાજુ સોનીડા ની હાટડી
જગમગતા મુગટ પહેરાવજો રે આજે શામળિયો આવશે
શામળિયો આવશે ને હિંડોળે જુલશે
હાલરડા હરખે ગવડાવજો રે આજે શામળિયો આવશે
મંદિરની આજુબાજુ દરજીડા ની હાટડી
નવા નવા વાઘા પહેરાવજો રે આજે શામળિયો આવશે
શામળિયો આવશે ને હિંડોળે ઝુલશે
હિંડોળો હેતથી સજાવજો રે આજ શામળિયો આવશે
મંદિરની આજુબાજુ કંદોઈ ની હાટડી
નવી નવી મીઠાઈ ધરાવજો રે આજે શામળિયો આવશે
શામળિયો આવશે ને હિંડોળે ઝુલશે
હિંડોળે મોતી ટંકાવજો રે આજ શામળિયો આવશે
મંદિરની ની આજુબાજુ ગોપીઓના ઘર છે
માખણ મિસરી ધરાવજો રે આજ શામળિયો આવશે
મંદિરની આજુબાજુ ભક્તોના ઘર છે
ભજન કીર્તન ગવડાવજો રે આજ શામળિયો આવશે
મંદિરમાં હિંડોળા બંધાવજો રે આજ શામળિયો આવશે
શામળિયો આવશે ને હિંડોળે ઝુલશે
Негізгі бет શામળિયો આવશે ને હિડોળે ઝુલશે || હિંડોળા નું કિર્તન લખેલું છે || કષ્ટભંજન કિર્તન
Пікірлер: 31