=======કીર્તન=======
એક ગોકુલ ગામના ગોંદરે રે
ત્યાં તો બિરાજે ગોવર્ધનરાય
એને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
હું તો હતો રામેશ્વરનો પથ્થરો રે
મારી ખ્યાતિ સાંભળોને નરનાર
કરું રામા અવતારની એક વાતડી રે
રામે પડ્યા તા દેવોના વચન
રામે પીતાજીના વચન શિરે ધર્યા રે
એ તો ગયા ચૌદ વરસ વનવાસ
એને કોણ લઇ આવ્યું વ્રજમાં રે
આવી રાવણ સીતાને હરિ ગયો રે
એને લઇ ગયો છે લંકાગઢ માય
મને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
તે દી વાનરોએ પાળ બાંધી પથ્થરે રે
પાળ બાંધી સમદરની માય મને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
તે દી રામના નામેથી પથ્થર તરીયા રે
પથ્થર તર્યા છે પાણીની માય
મને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
મારો વારો આવ્યોને પાળ પુરી થઈ રે
મને નો અડ્યા રામના ચરણ
મને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
મારા અંતરમાં દુઃખ ઘણું લાગીયુ
મેં તો પૂછ્યું તું રામજીને જઈ
મને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
હું તો પાપી અભાગીયો પથ્થરો રે
તમે ન કર્યો મારો ઉદ્ધાર રે
તે દી રામે વચન મને અપીયા રે
ક્રિષ્ના અવતારમાં કરું હું ઉદ્ધાર
મને કૃષ્ણ લઇ આવ્યા છે વ્રજમાં રે
મને સુંદર વાઘા પેરાવીયા રે
મને છાંટ્યા છે અબીલ ગુલાલ
મને કૃષ્ણ લઇ આવ્યા છે વ્રજમાં રે
મને ટચલી આંગળિયે ઉપાડીયો રે
મારો બોલાવ્યો જયજયકાર
મારું પાડ્યું ગોવર્ધન નામ
મને કૃષ્ણ લઇ આવ્યા છે વ્રજમાં રે
એક ગોકુલ ગામના ગોંદરે રે
ત્યાં તો બિરાજે છે ગોવર્ધનરાય
મને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Негізгі бет એક ગોકુલ ગામના ગોંદરે રે || gurukrupa kirtan || એક વાર અવશ્ય સાંભળજો || કીર્તન નીચે લખેલ છે 👇👇👇
Пікірлер